ETV Bharat / bharat

કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી - કોવિડ-19 મહામારી

સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) એ કહ્યું કે, સરકારનો પ્રયાસ છે કે દેશમાં બધા નાગરિકોને જલ્દીથી કોરોના રસીના બન્ને ડોઝ મળી જાય. તેઓએ તૃણમુલ સાંસદ ડેરેક ઓ બ્રાયનના પ્રશ્ર પર આ વાત કહી હતી.

mansukh mandaviya
mansukh mandaviya
author img

By

Published : Jul 21, 2021, 8:25 AM IST

  • મનસુખ માંડવીયાએ રાજ્ય સભામાં કોરોના મહામારી અને કોવિડ વેક્સિનને લઈને સરકારની નીતિ વિશે નિવેદન આપ્યું
  • દરરોજ 50 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવે છે
  • કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) એ રાજ્ય સભામાં કોરોના મહામારી અને કોવિડ વેક્સિનને લઈને સરકારની નીતિ વિશે નિવેદન આપ્યું હતું. આ પહેલા લગભગ 4 કલાક સુધી રાજ્યસભામાં દેશમાં કોવિડ-19 મહામારી વિશેની તૈયારીઓ, રસીકરણના અમલીકરણ અને ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને નીતિઓ અને પડકારો પર ટૂંકા ગાળાની ચર્ચાઓ કરવામાં આવી હતી.

મનસુખ માંડવીયાએ રાજ્ય સભામાં કોરોના મહામારી અને કોવિડ વેક્સિનને લઈને સરકારની નીતિ વિશે નિવેદન આપ્યું

માંડવીયાએ કહ્યું કે, ભારત બાયોટેક તરફથી નાકમાં નાખવામાં આવતી દવાઓનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, ડિસેમ્બર પહેલા દેશભરના લોકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમને દેશના વૈજ્ઞાનિકોની યોગ્યતા પર પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, બાળકોના રસીકરણ માટે પણ કોરોના રસી બનાવતી કંપનીઓએ ટ્રાયલ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના રસીના ઉત્પાદન માટે વધુ કંપનીઓને લાઈસન્સ આપવું જોઈએ : ગડકરી

દરરોજ 50 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવે છે

મનસુખ માંડવીયાએ કહ્યું કે, આયોજનબદ્ધ રીત તૈયાર કરેલું રસીકરણ અભિયાન સારી રીત ચાલી રહ્યું છે. રાજ્યોને 15 દિવસ પહેલા રસીકરણ અંગેની સૂચનાઓ આપી દેવામાં આવે છે જેથી તેઓ રસીકરણ કેન્દ્ર ખોલવાની યોજનાઓ બનાવી શકે. અત્યારે દરરોજ 50 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવે છે અને રસીઓની પ્રાપ્યતા વધતાંની સાથે સાથે આ સંખ્યા પણ વધતી જશે.

છેલ્લા 24 દિવસોમાં 10 કરોડ લોકોનું રસીકરણ થયું

તેઓ આગળ કહે છે કે, છેલ્લા 24 દિવસોમાં 10 કરોડ લોકોનું રસીકરણ થયું છે. દેશમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને ભારત દુનિયામાં સર્વાધિક રસી લેનારો દેશ બની ગયો છે. માંડવીયા આગળ જણાવે છે કે, દેશની બે રસી ઉત્પાદક કંપનીઓ બાળકો માટે એન્ટી કોવિડ રસીનું પરીક્ષણ કરી રહી છે અને આશા વ્યક્ત કરી છે કે, જો આ પરીક્ષણો સફળ રહેશે તો બાળકોને રસી આપવામાં આવશે. તેમણે ખાતરી પણ આપી હતી કે, કોરોના વાઈરસ મહામારીની પ્રથમ અને બીજા લહેરના આંકડાને ધ્યાનમાં રાખીને બાળકો વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી, તેમ છતાં સરકાર આ મામલે સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે.

કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી

તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ મહામારીની પ્રથમ લહેરમાં શૂન્યથી દસ વર્ષની વય જૂથના બાળકોમાં તેનો સંક્રમણનો દર 3.28 ટકા હતો. તેમણે કહ્યું કે, બીજી લહેરમાં આ દર 3.05 ટકા હતો. સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, મહામારીની ત્રીજા લહેર દરમિયાન લોકોને બાળકો વિશે ખાસ ચિંતા છે. તેમણે કહ્યું કે, આ પણ ચિંતા હોવી પણ જોઈએ અને આવી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકાર પણ સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે.

આ પણ વાંચો: મનસુખ માંડવીયાનું મોદી કેબિનેટ 2.0માં પ્રમોશન, આરોગ્ય તેમજ કેમિકલ-ફર્ટિલાઈઝર વિભાગનો હવાલો સોંપાયો

ભારતની રસીઓની કિંમત વિશ્વની રસી કરતા ઓછી

રસી અંગે માંડવીયાએ કહ્યું કે, 'જે દેશમાં રસી તૈયાર કરવામાં આવશે ત્યાં સંશોધન કરવામાં આવશે સ્વાભાવિક છે કે તે દેશ રસી પહેલા લેશે. ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રસી તૈયાર કરી તેનું નિદર્શન કર્યું હતું. દેશમાં જ્યારે રસી તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે હવે તેનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. મેં આ અંગે મારી જાતે કંપનીઓ સાથે વાત કરી. વડાપ્રધાને ખુદ રસી ઉત્પાદક કંપનીઓ, સંશોધન કંપનીઓ સાથે વાત કરી હતી. ભારતની રસીઓની કિંમત વિશ્વની રસી કરતા ઓછી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસીના 11 થી 12 કરોડ ડોઝ મળવાનું શરૂ કર્યું છે. ભારત બાયોટેકનું નિર્માણ પણ વધી રહ્યું છે.

રસીઓની પ્રાપ્યતા વધતાંની સાથે સાથે ડોઝની સંખ્યા પણ વધતી જશે

ચર્ચાની શરૂઆતમાં રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આક્ષેરો કરવાના શરૂ કરી દીધા હતા. તેમણે કહ્યું કે મોદી સરકારે સંકટ સમયે થાળી, જેવા વિકલ્પો પસંદ કર્યા. ખડગેએ કહ્યું કે, આ વસ્તુઓ જોઈને એવું લાગે છે કે તમે ચિંતિત ન હતા અને લોકોને ખોટી છબિ બતાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ ગયા. ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનનાં રાજીનામાનો ઉલ્લેખ કરતાં ખડગે કહ્યું કે, વડાપ્રધાને આરોગ્ય પ્રધાનને બલિનો બકરો બનાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.