ETV Bharat / bharat

કર્ણાટકમાં 14 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું

કર્ણાટકમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન અમલી કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાજ્યમાં કોરોના વાઇરસના 49,058 કેસ નોંધાયા હતા.

કર્ણાટકમાં 14 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું
કર્ણાટકમાં 14 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું
author img

By

Published : May 7, 2021, 9:48 PM IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર
  • રાત્રે 10 વાગ્યા પછી કોઈને પરવાનગી નહીં મળેઃ મુખ્યપ્રધાન
  • કોરોનાના વધતા સંક્રમણને લઇને લેવાયો નિર્ણય

બેંગલુરૂ: કર્ણાટકમાં કોરોનાનો કહેર યથાવત છે. આ દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ આજે શુક્રવારે ​​લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે, કર્ફ્યૂથી કોરોના સંક્રમણ અટકી શક્યુ નથી. તેથી, 10મી મેના સવારના 6 કલાકથી 24મી મેના રોજ સવારે 6 વાગ્યા સંપૂર્ણ લોકડાઉન અમલી કરવામાં આવશે. તમામ હોટલો, પબ અને બાર બંધ રહેશે. સવારે 6થી 10 સુધી રેસ્ટોરન્ટ, માંસની દુકાનો અને શાકભાજીની દુકાનો ખુલ્લી રહેશે.

આ પણ વાંચોઃ દેશમાં સતત ચોથા દિવસે 3 લાખથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 2767 દર્દીઓના મોત

અ લોકડાઉન અસ્થાયીઃ મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે, આ લોકડાઉન અસ્થાયી છે, તેમણે પરપ્રાંતિય મજૂરોને રાજ્ય ન છોડવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે સવારે 10 વાગ્યા પછી કોઈપણ વ્યક્તિને લોકડાઉનમાં જવા અને આવવા દેવામાં આવશે નહીં. તેમણે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. તેમણે આ નિર્ણય વધતા મૃત્યુ અને વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને લીધો છે.

આ પણ વાંચોઃ દેશમાં સતત વધી રહી છે કોરોનાના કેસની સંખ્યા

રાજ્યમાં કોરોના વાઇરસના ગુરૂવારે 49,058 કેસ નોંધાયા હતા

ગુરૂવારે કર્ણાટકમાં કોરોના વાઇરસના 49,058 નવા કેસ નોંધાયા હતા અને 328 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,90,104 લોકો કોરોના સંક્રમિત થઇ યૂક્યા છે અને 17,212 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બુધવારે રાજ્યમાં કોરોના વાઇરસના ચેપના નવા 50,112 કેસ નોંધાયા હતા અને 346 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.