ETV Bharat / bharat

15 લોકોથી ભરેલી કાર ખીણમાં ખાબકતા 11ના મોત, રાહતકાર્ય શરૂ - uttarakhand news

ઉત્તરાખંડના ચકરાતાથી વિકાસનગર તરફ જઈ રહેલી એક કાર ખીણમાં ખાબકતા 11 લોકોના મોત નિપજ્યા છે. હાલમાં પોલીસ અને SDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

15 લોકોથી ભરેલી કાર ખીણમાં ખાબકતા 11ના મોત, રાહતકાર્ય શરૂ

author img

By

Published : Oct 31, 2021, 11:19 AM IST

  • ઉત્તરાખંડમાં દર્દનાક વાહન અકસ્માત
  • વાહન ખીણમાં ખાબકતા 11ના મોત
  • પોલીસ અને SDRF દ્વારા રેસ્ક્યૂ શરૂ

ઉત્તરાખંડ: ચકરાતાથી વિકાસનગર તરફ જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી સીધા ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક હાદસામાં કારમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા SDRF તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

કારમાં કુલ 15 લોકો હતા સવાર

વિકાસનગરના એસ. ઓ. પ્રદિપ બિષ્ટે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના ત્યૂણી રોડ પર બની છે. વિકાસનગરથી ઘટનાસ્થળ લગભગ 55 કિલોમીટર દૂર છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચવા માટે નીકળી ચૂકી છે. પ્રાથમિક જાણકારી અનુસાર, કારમાં કુલ 15 લોકો સવાર હતા. જેમાંથી 11 લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.