અમદાવાદ: 13 એપ્રિલ 1919ના દિવસે વૈશાખીનો તહેવાર હતો. આ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. જેમાં કેટલાક નેતાઓ ભાષણ દેવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલુ હતું, તો પણ સભામાં હજારો લોકો આવ્યા હતા. જેઓ તહેવાર નિમિત્તે પરિવાર સાથે મેળો જોવા અને શહેરમાં ફરવા માટે આવ્યા હતા અને સભાની ખબર સાંભળી જલિયાંવાલા બાગમાં પહોંચી ગયા હતા. બાગમાં નેતાઓ ભાષણ આપવાનું શરૂ કર્યું અને એટલામાં ડાયરે બગીચાના એક માત્ર રસ્તા પર હથિયારથી ભરેલી ગાડીઓ ઊભી રાખી દીધી હતી. હજારો ભારતીયો પર અંગ્રેજોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને આજે 103 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ નરસંહાર ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસનુ એક કાળું પ્રકરણ છે.
આ પણ વાંચો:RANG PANCHAMI 2023 : ભગવાન કૃષ્ણે રંગપંચમીના દિવસે રાધાને ગુલાલ લગાવ્યો હતો
કોઈપણ ચેતવણી આપ્યા વિના ફાયરિંગ શરૂ કર્યું: ડાયરે લગભગ 100 સિપાહીઓ સાથે બાગીચાના દરવાજે પહોંચ્યા. જેમાં લગભગ 50 સૈનિકો પાસે બંદૂકો હતી, ત્યાં પહોંચી કોઈપણ ચેતવણી આપ્યા વિના ફાયરિંગ શરૂ કર્યું. બગીચામાં સભા માટે આવેલા લોકો અચાનક થયેલા ગોળીબારથી ડરીને બાગમાં આવેલા એક કૂવામાં કૂદવા લાગ્યા હતા. ગોળીબાર બાદ 200 થી વધુ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જનરલ ડાયરની ગોળી ચલાવી હત્યા: આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરુપે સરદાર ઉધમસિંહે 13 માર્ચ 1940ના દિવસે લંડનના કૈક્સટન હોલમાં જલિયાંવાલા બાગમાં હત્યાકાંડ કરનારા ગવર્નર જનરલ ડાયરની ગોળી ચલાવી હત્યા કરી નાખી. જેથી તેમને આ ગુના હેઠળ 31 જુલાઈ 1940 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:Sankashti chaturthi 2023 : પુત્રના લાંબા આયુષ્ય માટે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો
પારિત કર રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ: સંસદને જલિયાંવાલા બાગને 1951માં 'જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક' પારિત કર રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ હતુ. આ સ્મારકનું સંચાલન અને દેખરેખ જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ (JBNMT) દ્વાર કરવામાં આવે છે.