ન્યૂઝ ડેસ્ક આવતીકાલે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે રાજુલા વિધાનસભા બેઠક ( Rajula Seat ) નીચે આવતા શિયાળબેટ ટાપુમાં મતદાન કર્મચારી અને અધિકારીઓની ટીમ ( Election staff deployment ) દરિયાઈ મુસાફરી કરીને મતદાન મથક સુધી પહોંચી છે. કર્મચારીઓનો અનુભવ મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહજનક જોવા મળ્યો છે. 50 જેટલા કર્મચારીઓ દરિયાઈ મુસાફરી કરીને મતદાન મથક સુધી પહોંચ્યા છે અને આવતીકાલના મતદાનની તૈયારીમાં ( Voting in Shiyalbet Poling Booth ) લાગી ચૂક્યા છે.
ટાપુ પર મતદાન આવતી કાલે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે રાજુલા વિધાનસભા બેઠક નીચે આવતા શિયાળબેટ ટાપુમાં મતદાનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. શિયાળબેટ ટાપુ ચારે તરફ દરિયાઈ વિસ્તારથી ઘેરાયેલો છે ત્યારે અહીં મતદાન ખૂબ જ રોમાંચકારી હોવાનો અનુભવ પણ મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અંદાજિત 7,700 કરતાં વધુ મતદારો માટે શિયાળબેટ ટાપુમાં પાંચ મતદાન મથકો ( Shiyalbet Poling Booth ) ઉભા કર્યા છે. જેમાં 50 જેટલા કર્મચારીઓની ટીમ આજે વહેલી સવારે ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી તમામ જરૂરી સામગ્રી સાથે પહોંચી ગઈ હતી. મતદાન સાથે સંકળાયેલા તમામ કર્મચારી અને સુરક્ષા માટે આવેલા પોલીસ જવાનો પણ દરિયાઈ મુસાફરી કરીને શિયાળ બેટ ટાપુ પર પહોંચી ગયા છે. આ પ્રકારે મતદાન કરાવવાનો અનુભવ કર્મચારીઓને પણ ખૂબ ઉત્સાહિત કરી રહ્યો છે.
પાછલા દસકાઓથી શિયાળબેટમાં થાય છે મતદાન પાછલા કેટલાક દસકાઓથી શિયાળબેટ ટાપુ ( Shiyalbet Island )માં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ચારે તરફ દરિયાઈ પાણીથી ઘેરાયેલો શિયાળબેટ ટાપુ મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. અહીં એકમાત્ર માછીમાર સમાજના મતદારોની વસ્તી છે. જેની સંખ્યા 7757 જેટલી થવા જાય છે. જ્યારે પણ ચૂંટણીનો માહોલ આવે ત્યારે શિયાળબેટ ટાપુ રાજકીય ગતિવિધિથી પણ ધમધમતો જોવા મળે છે. અહીં મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ પણ એક અલગ પ્રકારના મતદાન મથકમાં ફરજ બજાવવાનું અહેસાસ કરે છે જેને કારણે પણ મતદાનની પ્રક્રિયા માટે વધુ ઉત્સાહિત બને છે.