ETV Bharat / assembly-elections

ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન આ VIP બેઠકો પર રહેશે તમામની નજર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે આજે 5 ડિસેમ્બરે મતદાન (Second Phase Election 2022) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન નોંધાયું હતું, હવે બિજા તબક્કામાં કેટલું મતદાન થશે તેના પર સૌની નજર રહેશે. આ વખતે ચર્ચામાં રહેનારી VIP બેઠકો પર(VIP Assembly Seats in Gujarat) કેટલું મતદાન થશે અને કયાં ઉમેદવાર પર લોકો પોતાનો ભરોશો મુકશે તે જોવાનું રહેશે.

ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન આ VIP બેઠકો પર રહેશે તમામની નજર
ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન આ VIP બેઠકો પર રહેશે તમામની નજર
author img

By

Published : Dec 5, 2022, 6:31 AM IST

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે થનારા મતદાન (Second Phase Election 2022) દરમિયાન VIP બેઠકો (VIP Assembly Seats in Gujarat) પર સૌની નજર રહેશે. આ વખતે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે અમદાવાદ આવશે. તેઓ રાણીપ વિસ્તારમાં (PM Modi voting for Gujarat Election in Ranip) આવેલી નિશાન સ્કૂલમાં (Ranip Nishan School) મતદાન કરવા 5 ડિસેમ્બરે આવશે. અન્ય મહાનુભાવો કઈ જગ્યાએ મતદાન કરશે અને ત્યાંની શું સ્થિતિ રહેશે. તે અંગે જોઈએ આ અહેવાલ.

ઘાટલોડિયા બેઠક : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ ભાજપે સતત બીજી વખત તેમને રિપીટ કર્યા છે. આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી જીતશે તો તેઓ ફરી ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર યથાવત્ રહેશે. તેઓ અહીંથી કોર્પોરેશન ચૂંટણી પણ જીતીને સ્ટેન્ડીગ કમિટી સભ્ય બન્યા હતા. તો આ બેઠક પરથી કૉંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા ડો. અમીબેન યાજ્ઞિકને (Amee Yagnik Congress Candidate for Ghatlodia) ટિકીટ આપી છે. એટલે આ બેઠક પર બંને વચ્ચે રસાકસી રહેશે તે નક્કી છે.

વિરમગામ બેઠક : અમદાવાદની વિરમગામ બેઠક (Viramgam Assembly Constituency) પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે કૉંગ્રેસે લાખા ભરવાડ અને આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને ટિકીટ આપી છે. આ વખતે પહેલી વખત હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. એટલે તેમની ટક્કર વરિષ્ઠ નેતા લાખા ભરવાડથી થશે. જોકે, આ ચૂંટણી લડવી હાર્દિક પટેલ માટે ખૂબ જ મહત્વની ગણાય છે.

એલિસબ્રિજ બેઠક : આ બેઠક (Ellisbridge Assembly Constituency) ભાજપની સૌથી વધુ સુરક્ષિત બેઠક છે. અહીંથી ભાજપ આજ દિન સુધી ક્યારેય હાર્યું નથી. ત્યારે ભાજપે આ વખતે અમિત શાહ, કૉંગ્રેસે ભીખુ દવે અને આમ આદમી પાર્ટીએ પારસ શાહને મેદાને ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મેયરને ટિકીટ આપી છે.

જમાલપુર ખાડિયા : આ બેઠક (JAMALPUR KHADIA ASSEMBLY CONSTITUENCY) પરથી ભાજપે ફરી ભૂષણ ભટ્ટને ટિકીટ આપી છે. જ્યારે કૉંગ્રેસે ઈમરાન ખેડાવાલાને પણ રિપીટ કર્યા છે. આ સાથે જ ભાજપે હારેલા અને કૉંગ્રેસે જીતેલા ઉમેદવાર પર બાજી લગાવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ હારૂન નાગોરીને ટિકીટ આપી છે.

સિદ્ધપુર બેઠક : પાટણની સિદ્ધપુર બેઠક (Siddhpur Assembly Constituency) પર ભાજપે આ વખતે ફરી બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. તેઓ વર્ષ 2017માં કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે આ વખતે હવે તેમની ટક્કર કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સાથે જોવા મળશે. આ બેઠક પર સૌથી વધુ નજર એટલે રહેશે કારણ કે, અહીંથી કૉંગ્રેસના ઉમેદવારને બીજું કોઈ નહીં, પરંતુ ભાજપમાંથી કૉંગ્રેસમાં આવેલા વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ટેકો આપી રહ્યા છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક : આ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને (Alpesh Thakor BJP Candidate for Gandhinagar South) ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જ્યારે હિમાંશુ પટેલને ટિકીટ આપી છે. ગયા વર્ષે અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાંથી ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. એટલે આ વખતે તેમને આ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. હવે અહીં કોણ જીતશે તે 8 ડિસેમ્બરે ખબર પડશે.

વિસનગર બેઠક : આ બેઠક પરથી ભાજપે વરિષ્ઠ નેતા અને વર્તમાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને (Rishikesh Patel BJP Candidate for Visnagar) ટિકીટ આપી છે. જોકે, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડના કારણે અહીં તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એટલે તેમને કદાચ આ વખતે અહીં મુશ્કેલી થઈ શકે છે. ત્યારે કૉંગ્રેસે અહીંથી પૂર્વ પ્રધાન કિરીટ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

વાઘોડિયા બેઠક : વડોદરામાં વાઘોડિયા બેઠક પર આ વખતે ભાજપને મુશ્કેલી પડી શકે છે. કારણ કે, અહીંથી ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકીટ કાપી અશ્વિન પટેલને ટિકીટ આપી છે. એટલે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એટલે તેઓ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.