ETV Bharat / assembly-elections

સુરત ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરોધીઓ પર વરસ્યા - ભાષાભાષી સંમેલન

ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને દરેક પાર્ટીના કેન્દ્રીય નેતાઓ હાલ ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે. ત્યારે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહ સુરત ખાતે પ્રચાર અર્થે આવ્યા હતા. ગિરિરાજ સિંહે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા

સુરત ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરોધીઓ પર વરસ્યા
union-minister-giriraj-singh-rained-down-on-protesters-during-election-campaigning-in-surat
author img

By

Published : Nov 12, 2022, 2:26 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરત: ગુજરાતમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) જાહેર થવાની સાથે ગુજરાતમાં પ્રચંડની શરૂઆત થઈ છે. દરેક પાર્ટીના કેન્દ્રીય નેતાઓ (The central leaders of each party) હાલ ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે. દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો (Star campaigners) જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે સુરત ખાતે ચોર્યાસી વિધાનસભા બેઠક (Choryasi assembly seat) પર ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Union Minister Giriraj Singh) આવ્યા હતા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા.

union-minister-giriraj-singh-rained-down-on-protesters-during-election-campaigning-in-surat

ભાષા-ભાષી સંમેલન: ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પશુપાલક મંત્રી ગિરિરાજસિંહ ચૂંટણી પ્રચાર માટે સુરતની મુલાકાતે આવ્યા હતા.સચિનમાં ભાષાભાષી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ઉમટી પડ્યા હતા. ગિરિરાજસિંહએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર પણ કર્યા હતા. જો કે ચોર્યાસી વિધાનસભા સીટ પર ભાજપની પહેલી યાદીમાં ઉમેદવારનું નામ જાહેર થયું ન હતું. ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં ભાજપે ચાલુ ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી હતી

ગિરિરાજ સિંહ ધર્મનું કાર્ડ: ગિરિરાજ સિંહએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં રેકોર્ડ તોડશે, કેજરીવાલનું ખાતું ખુલી જાય તો મોટી વાત હશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલની સામે આજે ગિરગિટ પણ શરમાઈ રહ્યું છે. કેજરીવાલ પહેલા કહેતા હતા કે અયોધ્યા નહીં જાય પરંતુ અત્યારે ગુજરાતમાં લોકોને અયોધ્યા લઈ જવાની વાત કરે છે. જે લોકો ચૂંટણીમાં મસ્જિદ છોડીને મંદિરોમાં નહીં જતા હતા આજે એ લોકો મંદિરોમાં જઈ રહ્યા છે. કાલ સુધી કાલ્પનિક વાતો કહેનારા આજે ધાર્મિક વાતો કરી રહ્યા છે. આજે રામની પૂજા કરી રહ્યા છે.

ચોર્યાસીમા 'નો રિપીટ': ચોર્યાસીમા 'નો રિપીટ': સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકો પર જબરજસ્ત ખેંચતાણ બાદ આખરે સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે. જાતિગત સમીકરણ પ્રમાણે ચોર્યાસી બેઠકો પર સંદીપ દેસાઈ ફીટ થતા નથી. પરંતુ ભાજપના સિમ્બોલ ઉપર આ બેઠક સરળતાથી જીતી જાય તેમ છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.