ETV Bharat / assembly-elections

ઉમરગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત, વિરોધીઓ પર વરસ્યા - કોંગ્રેસના ઉમેદવાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યની અંતિમ બેઠક એવી ઉમરગામ વિધાનસભા પર જંગ જામ્યો છે.ઉમરગામ બેઠક (Umargam assembly seat) પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા નરેશ વળવીએ (naresh vadvi congres candidate) ઉમરગામ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસના મુદ્દે ભાજપ પર અને સ્થાનિક નેતા પર પ્રહારો (attack on bhartiya janta party) કર્યા હતાં.

ઉમરગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત
umargam-congres-candiate-attack-on-bjp-and-expressed-confidence-of-victory
author img

By

Published : Nov 24, 2022, 2:25 PM IST

Updated : Nov 24, 2022, 7:56 PM IST

વલસાડ: વલસાડ જિલ્લાની ઉમરગામ બેઠક (Umargam assembly seat) પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા નરેશ વળવીએ (naresh vadvi congres candidate) ઉમરગામ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત જીત્યા બાદ કયા મહત્વના કામોને પ્રાધાન્ય આપશે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.સાથે સમાજના વિવિધ વિકાસના મુદ્દે ભાજપ પર અને સ્થાનિક નેતા પર પ્રહારો (attack on bhartiya janta party) કર્યા હતાં. તેમને જણાવ્યું હતું કે 182 ઉમરગામ વિધાનસભા વિસ્તારનાં ઘણાં એવા કાર્યો છે જે ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકરે (ramanlal patkar bjp mla) કરવાનાં હતાં, પણ આ મહત્વનાં લોકહિતનાં કામો થયા નથી.

ઉમરગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

વિરોધીઓ પર વાર: ઉમરગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતાં નરેશ વજીરભાઈ વળવીએ જણાવ્યું હતું કે, 182 ઉંમરગામ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન ભજપથી લોકો નારાજ હોવાનું ફલિત થઈ રહ્યું છે. ગામના મહત્વનાં કામોને ભાજપની સરકારે નજરઅંદાજ કરી, ઉદ્યોગપતિઓ અને માલેતુજારો તરફ ધ્યાન આપ્યું છે. જેથી આ વિસ્તારમાં ભાજપે પોતાની લોકચાહનાં ગુમાવી દીધી છે. 182 ઉમરગામ વિધાનસભા વિસ્તારનાં ઘણાં એવા કાર્યો છે જે ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકરે કરવાનાં હતાં, પણ આ મહત્વનાં લોકહિતનાં કામો થયા નથી.

મહત્ત્વનાં કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપીશ: કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ જણાવ્યું હતું કે, જો હું ચુંટણી જીતીને આવું તો હું આ મહત્ત્વનાં કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપીશ. ઉમરગામ વિધાનસભા ક્ષેત્રમાં આવતી જર્જરિત આંગણવાડીનાં મકાનનું નવીનીકરણ, બહેનોને વધુ મહેનતાણું અપાવવું, સરકારી હોસ્પિટલોમાં આધુનિક સારવાર ડોક્ટરો અને આશા વર્કરોના વેતનમાં વધારો કરાવવા રજુઆત કરશે.

લોકો પોતે તેમના માટે મહેનત કરી રહ્યા છે: ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ગુજરાતની છેલ્લી 182મી વિધાનસભા બેઠક છે. અહીં આદિવાસી સમાજના અને એમાં પણ વારલી સમાજના સૌથી વધુ લોકો વસવાટ કરે છે. જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક્ક છે. તેમના હક્ક માટે અને પૈસા એક્ટ હેઠળ આવતાં તમામ આદિવાસી હક્કોને માન્યતા અપાવવા રજૂઆત કરશે. તેવું જણાવી વળવીએ વધુમાં ઉમેર્યું હતું કે, 2002ની ચૂંટણી બાદ 2022ની ચૂંટણીમાં વારલી સામે વારલી સમાજનો ઉમેદવાર છે. લોકો તેને વ્યક્તિગત ઓળખે છે. એટલે 100 ટકા જીત મળે તે માટે લોકો પોતે તેમના માટે મહેનત કરી રહ્યા છે.

માછીમારો, ખેડૂતો, સ્થાનિક બેરોજગારીના પ્રશ્નો હલ કરશે: ઉમરગામ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર તલવાડા ગામે ઓવરબ્રિજનું નિર્માણ, આવકના દાખલા, જાતિના દાખલા, રાશનકાર્ડ કઢાવવા તેમજ છૂટા પાડવાના કામમાં ગતિશીલતા લાવવી. લોકોને જમીનના ઉતારાઓની નકલ મેળવવા ખાવા પડતાં ધક્કામાંથી મુક્તિ મળે. GIDC તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે, દમણગંગા સુગર ફેકટરીના શેરહોલ્ડરો સાથે થયેલ ખીલવાડની તપાસ હાથ ધરી ન્યાય અપાવવો. કાંઠા વિસ્તારમા પ્રદુષણ ઓકતા ઔદ્યોગિક એકમો પર અંકુશ લગાવવો. એસ ટી બસ સેવા અને નારગોલ ડેપોને શરૂ કરાવવો, ઉમરગામ કાંઠા વિસ્તારમાં કોંગ્રેસે બનાવેલી અને હાલમાં જર્જરિત જેટ્ટીને પાટકરે તેમના 25 વર્ષના શાસનમાં નવીનીકરણ નથી કર્યું તેનું નવીનીકરણ કરવા સહિતના કામોને પ્રાથમિકતા આપશે તેવી ખાતરી આપી હતી.

Last Updated : Nov 24, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.