સુરત કલેકટર કચેરીએ મજુરા વિધાનસભા બેઠક માટે જ્યારે ભાજપ અને આપના ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને જોઈ ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા ખરાખરીનો ખેલ દરેક પાર્ટીઓ વચ્ચે જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે સુરતમાં ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને જોઈ ખાલિસ્તાન મુર્દાબાદના નારા (Slogans Khalistan Murdabad)લગાવ્યા હતા.
મુર્દાબાદના નારા વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે દરેક પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે સરકારી કચેરીએ પહોંચ્યા હતા. સુરત કલેકટર કચેરીના રોડ પર એક તરફ ભાજપના કાર્યકરો ઊભા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ટેકેદારો જીપમાં નીકળ્યા હતા. ભાજપમાંથી આપમાં ગયેલા પીવીએસ શર્માને જોતા ભાજપના કાર્યકરો આક્રમક બની ગયા હતા. ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું.
ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખલિસ્તાન મુદ્દો લાવવાનો પ્રયાસઅત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. જે કોંગ્રેસ અને ભાજપએ બંને માટે ચિંતાનો વિષય છે. અત્યારે બેરોજગારી મોંઘવારી મુદ્દા સામે ભાજપે ખલિસ્તાન મુદ્દો લાવવાનો પ્રયાસ સુરત ખાતે કર્યો હતો. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાવાદના નારા લગાવામાં આવ્યા હતા.