રાપર (કચ્છ): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat assembly election 2022) માહોલ જામ્યો છે અને રાજકરણ ગરમાયું છે ત્યારે રાપર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને પોલીસ પ્રોટેક્શન (to provide protection to congress candidate) આપવા બાબતે ભાજપના ઉમેદવારે પત્ર લખ્યો છે. રાપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ (Rapar BJP candidate Virendrasinh Jadeja) રાપરના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ રક્ષણ આપવા પોલીસ અધિક્ષકને (Superintendent of Police) પત્ર લખ્યો છે. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, હારની શંકા સાથે કોંગ્રેસના ઉમેદવાર ખુદ પર હુમલો કરાવી શકે છે.
પોલીસ અધિક્ષકને સંબોધીને પત્ર: રાપર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકને સંબોધીને પત્ર લખેલ છે..જેમાં જણાવ્યું હતું કે,હાલ ચૂંટણીના પ્રવાસ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસના હાલના ઉમેદવાર ભચુભાઇ આરેઠીયાના પત્ની સંતોકબેન ગત ટર્મમાં ધારાસભ્ય હતા જેઓની સતત નિષ્ક્રિયતા, ચૂંટાયા પછી ક્યારે પણ લોકોની વચ્ચે નથી ગયા અને ધારાસભ્ય તરીકેની કામગીરીમાં સાવ નિષ્ફળ ગયેલ હોવાના કારણે જ્યારે ચૂંટણીના પ્રચારમાં ઉમેદવાર ભચુભાઈ આરેઠિયા જઈ રહ્યા છે. ત્યારે દરેક ગામમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે લોકોમાં ખુબ જ રોષ દેખાઈ રહ્યો છે, ઘણા ગામોમાં તેમને ઘેરી પણ લીધા હોય તેવું મીડિયાના માધ્યમથી મને જાણવા મળેલ છે.
પોતા પર જ હુમલાઓ કરાવી શકે તેવા આક્ષેપ કર્યા: કોઈ પણ અણબનાવ ના બને તે માટે તેઓને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે. સાથે મને એવું પણ જાણવા મળેલ છે કે ભચુભાઈ આરેઠિયા વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયા હોય ત્યારે ગંદી રાજનીતિ રમવા પોતે જ કોઈ અસામાજિક તત્વો ને ઉભા કરી પોતાના પર હુમલો કરાવી અમારા પર આક્ષેપ નાખી છબી ખરડવાનો ગંદો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આવો કોઈ પણ બનાવ ના બને તેમજ આવી ગંદી રાજનીતિ પણ ના થાય તે હેતુસર પોલીસ દ્વારા તેઓને 24 કલાક તેઓની સાથે , તેઓના નિવાસ સ્થાને તેમજ તેઓની વાડી પર પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી અપીલ વિરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.
પોલીસ પ્રોટેક્શન માટે કરાઈ માંગ: આ પત્ર અંગે etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રચાર પ્રસાર દરમિયાન તેમનો લોકો વિરોધ કરી રહ્યા છે અને કોઈ અણબનાવ ના બને તે માટે તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકને પત્ર લખવામાં આવ્યો છે.