નર્મદા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો જંગ જામ્યો છે. ત્યારે નર્મદાના રાજપીપળાના કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલ ( Kunwar Manvendra Singh Gohil of Rajpipla )દ્વારા ભાજપના ઉમેદવારના સમર્થનમાં મોટી વાત ( Support of transgenders to BJP Candidate ) કહેવામાં આવી હતી. તેમણે ભાજપ ઉમેદવાર બાળુ શુક્લને ( Vadodara Ravpura Assembly Seat Candidate ) કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોનો ટેકો જાહેર કર્યો છે.
વડોદરામાં કરી હતી મુલાકાત રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેન્દ્રસિંહ ગોહિલે ( Kunwar Manvendra Singh Gohil of Rajpipla )ગતરોજ રાવપુરા વિધાનસભા ભાજપ કાર્યાલય પહોંચી પૂર્વ સાંસદ અને હાલના ઉમેદવાર બાળુ શુકલને ( Vadodara Ravpura Assembly Seat Candidate ) શુભેચ્છા પાઠવી હતી. મીડિયા સાથે વાત કરતા ભાજપના બાળુ શુક્લને કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોનો ટેકો જાહેર કર્યો છે તે વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે ગર્વથી કહું છું ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પ્લેટફોર્મ મળવા બદલ બાળુ શુક્લના ( BJP Balu Shukla ) અથાગ પ્રયાસોનો સિંહફાળો છે. જેના આશીર્વાદ ( Support of transgenders to BJP Candidate ) તેમને મળી રહ્યા છે. તેમના પ્રયાસો થકી અમને ભારતના નાગરિક તરીકે મતદાનનો અધિકાર મળ્યો છે.
બાળુ શુક્લને મત આપશે વધુમાં તેમણે ( Kunwar Manvendra Singh Gohil of Rajpipla ) જણાવ્યું હતું કે વડોદરા ભારતનું પ્રથમ શહેર છે જ્યાં ગરિમા ગૃહ એટલે કે ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમનું નિર્માણ થયું છે. બાકીના પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ વહેલી તકે કરશે. જોકે એમણે એમ પણ જણાવ્યું હતું કે હું કોઈ પક્ષ સાથે નથી માત્ર બાળુ શુક્લ ( Vadodara Ravpura Assembly Seat Candidate ) સાથે છું. વડોદરામાં કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો જે સમુદાયમાં છે તેઓ ખુલ્લા મનથી બાળુ શુક્લને ( BJP Balu Shukla ) મત ( Support of transgenders to BJP Candidate ) આપશે. હજુ અમારી જે માંગ છે જે ગુજરાત રાજ્યમાં કિન્નર સમાજ સાથે સારો વ્યવહાર નથી થઈ રહ્યો અને જે કિન્નર સમાજ છે એમના શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ જેવા હોઈ મહત્વના કામો નથી થઇ રહ્યાં. જેને કારણે કોઈ પણ સંજોગોમાં અમે ટ્રાન્સજેન્ડર અને કિન્નરો સીધો સપોર્ટ કરીશું.