પોરબંદર અનેક અટકળો બાદ કુતિયાણામાં (Kutiyana assembly seat ) ભાજપે ઢેલી બેન ઓડેદરાને ટીકીટ આપવામાં આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક (Kutiyana assembly seat ) પર ભાજપ દ્વારા રમેશ પટેલનું નામ ચર્ચામાં હતું. કુતિયાણાના ઘેડ પંથકમાં સારી છબી ધરાવતા રમેશ પટેલને ભાજપની ટીકીટ માટે પાર્ટીનો કોલ પણ આવ્યો હતો. પરંતુ કુતિયાણા બેઠક પર આજે ભાજપ દ્વારા ઢેલીબેન ઓડેદરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ભાજપ કાર્યાલયે ઢેલીબેન ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીમાં લોકોના સહકાર આ સમયે ઢેલીબેન ઓડેદરા જણાવ્યું હતું કે 28 વર્ષથી તેઓ રાજકારણમાં છે. અને હાલ કુતિયાણા પાલિકાના પ્રમુખ છે વિધાનસભાની ચૂંટણીમાં લોકોના સહકાર મળશે. અને જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ચૂંટણી ટાણે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. જેના કારણે આ વખતે ભારે જંગ જોવા મળશે.
કોંગ્રેસનો દબદબો ગુજરાતની સ્થાપના પછી પ્રથમ ચૂંટણીમાં તે 1962 કોંગ્રેસ પક્ષ જીત્યો હતો. ત્યાર બાદ 1967 ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષએ જીત હાંસલ કરી હતી. 1972થી 1975ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય સતત થયો હતો.જેના કારણે એવું કહી શકાય છે કે કુતિયાણાની બેઠક તે કોંગ્રેસની હતી. પરંતુ હાલની પિરિસ્થિતી જોઇને એવું કહી ના શકાય. આવનારા દિવસોમાં કોણ જીતશે તે હવે જોવાનું રહ્યું.
ખરાખરીનો ખેલ છેલ્લી 2 ટર્મથી ભાજપ નેતા કરશન ઓડેદરાને કાંધલ જાડેજાએ જંગી લીડથી હરાવ્યા હતા.ત્યારે આ વખતે પણ એવી શક્યતાઓ સેવાઇ રહી છે કે તેઓ ભલે અપક્ષ ચૂંટણી લડે પરતું કાંધલ જાડેજા જીતે તો નવાઇ નહી.