ETV Bharat / assembly-elections

રન ફોર વોટ: વહેલી સવારે વડોદરામાં 'હું મતદાન અવશ્ય કરીશ'ના સંકલ્પની દોડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ લોકજાગૃતિ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વહેલી સવારે સંસ્કાર નગરી વડોદરાએ (Sanskar Nagari Vadodara) મતદાનના સંકલ્પને સમર્પિત કરી હતી.વડોદરા ખાતે "હું મતદાન અચૂક કરીશ 'ના (I will ‘Definitely’ vote) દ્રઢ સંકલ્પની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેરના અનેક ક્ષેત્રના લોકો જોડાયા હતા. તેઓએ સંકલ્પ લીધો હતો કે વધુને વધુ સંખ્યામાં મતદાન કરીશું અને લોકશાહીના પર્વની ઉજવણી કરીશું.

'હું મતદાન અવશ્ય કરીશ'
run-for-vote-i-must-vote-pledge-run-in-early-morning-in-vadodara
author img

By

Published : Nov 20, 2022, 6:01 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ લોકજાગૃતિ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વહેલી સવારે સંસ્કાર નગરી વડોદરાએ (Sanskar Nagari Vadodara) મતદાનના સંકલ્પને સમર્પિત કરી હતી. તા.5 મી ડીસેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં (vadodara city and district) વિધાનસભા ચૂંટણીને લઈ મતદાન રાખવામાં આવ્યું છે. એ દિવસે EVM યંત્ર પણ થાકી જાય એટલી વાર એની ચાંપ દબાય અને મહત્તમ મતદાન (maximum voting in election) થાય તેની પ્રેરણા માટે રાખવામાં આવેલા રન ફોર વોટમાં નગરજનોએ "હું મતદાન અચૂક કરીશ 'ના (I will Definitely vote) દ્રઢ સંકલ્પની દોડ લગાવી હતી.

run-for-vote-i-must-vote-pledge-run-in-early-morning-in-vadodara

નેશનલ ગેમ્સ ખેલાડી જોડાયો: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને ઉંમરના નવમા દાયકામાં પણ સ્ફૂર્તિ થી થનગનતા ડો.ભગવતી ઓઝાએ આ દોડને પ્રસ્થાન કરાવવાની સાથે તેમાં ભાગ લીધો હતો. નેશનલ ગેમ્સમાં મેડલ જીતનારો નાનકડો શૌર્યજિત ખેરે હાલમાં મતદાનની ઉંમર થઈ નથી તો પણ દોડમાં જોડાઈને ભાવિ પેઢીની કર્તવ્યશીલતાની ઝાંખી કરાવી હતી.

'હું મતદાન અવશ્ય કરીશ'ના સંકલ્પની દોડ
'હું મતદાન અવશ્ય કરીશ'ના સંકલ્પની દોડ

પ્રથવાર મતદાન કરનાર યુવા જોડાયા: આ દોડમાં જોડાઈને પહેલીવાર મતનો અધિકાર મળ્યો છે તેવા યુવા સમુદાયને લોકશાહી પ્રક્રિયામાં જોડાવાની મળેલી તકનો અનેરો રોમાંચ અનુભવતા યુવા મતદારોને મતદાનની પહેલી તકના ચૂકવા સંદેશ આપ્યો હતો. ઉપરાંત શહેર પોલીસ દળ,મહેસૂલી કર્મચારીઓ,સમાજ સુરક્ષા,આઈ.ટી.આઈ,શિક્ષણ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગો,રમત મંડળો,મેરેથોન રનર ગ્રુપના સદસ્યો અને જાગ્રુત નાગરિકો એ અનન્ય યોગદાન આપ્યું હતું.

'હું મતદાન અવશ્ય કરીશ'ના સંકલ્પની દોડ
'હું મતદાન અવશ્ય કરીશ'ના સંકલ્પની દોડ

રમતવીરો જોડાયા: વેટરન અને વર્તમાન રમતવીરો સુશ્રી રઝિયા શેખ,મયુર રોહિત, વિશ્વા,તનવીર ખોખર ઇત્યાદિ આ લોકશાહીને મજબૂત કરવાની કવાયત માં જોડાયા હતા. તાલીમાર્થી અને હાલમાં સેવા આપી રહ્યાં છે તેવા પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ ની સાથે મોર્નિંગ વોકર યુવાનો અને વડીલો જોડાયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.