જામનગર :જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જામનગર ઉત્તર બેઠકના (Jamnagar North seat candidate Jadeja Rivaba) ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા (Rivaba Jadeja voted) અને તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. (Gujarat Assembly election 2022)
-
#GujaratAssemblyPolls | BJP's Rivaba Jadeja casts her vote in Rajkot. She is contesting from Jamnagar North. pic.twitter.com/4tynZjYnwe
— ANI (@ANI) December 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GujaratAssemblyPolls | BJP's Rivaba Jadeja casts her vote in Rajkot. She is contesting from Jamnagar North. pic.twitter.com/4tynZjYnwe
— ANI (@ANI) December 1, 2022#GujaratAssemblyPolls | BJP's Rivaba Jadeja casts her vote in Rajkot. She is contesting from Jamnagar North. pic.twitter.com/4tynZjYnwe
— ANI (@ANI) December 1, 2022
રીવાબાને મેદાને ઉતારાતા બિગ ફાઈટ સીટ બની : જામનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Seat 2022) ગુજરાતમાં ત્રિપાંખિયા જંગમાં મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે જામનગર ઉત્તર બેઠકનું ( Jamnagar Assembly Seat) રાજકીય સમીકરણ રસપ્રદ છે. ભાજપે હકુભા જાડેજાની ટિકિટ કાપી રીવાબા જાડેજાને (Rivaba Jadeja) મેદાને ઉતાર્યા છે. રીવાબાને મેદાને ઉતારાતા બિગ ફાઈટ સીટ ( Big fight Seat ) બની છે. મુખ્ય ત્રણ પક્ષ સહિત અપક્ષ ઉમેદવારો પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં આ બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાને છે.
-
#GujaratElections2022 | BJP candidate Rivaba Jadeja and her husband & cricketer Ravindra Jadeja cast their votes at a polling station in Jamnagar.
— ANI (@ANI) December 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/oGq0EL9D4E
">#GujaratElections2022 | BJP candidate Rivaba Jadeja and her husband & cricketer Ravindra Jadeja cast their votes at a polling station in Jamnagar.
— ANI (@ANI) December 1, 2022
Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/oGq0EL9D4E#GujaratElections2022 | BJP candidate Rivaba Jadeja and her husband & cricketer Ravindra Jadeja cast their votes at a polling station in Jamnagar.
— ANI (@ANI) December 1, 2022
Ravindra Jadeja says, "I appeal to the people to vote in large numbers." pic.twitter.com/oGq0EL9D4E
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર : ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા ( Rivaba Jadeja ) છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચૂકી છે.
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર : કોંગ્રેસે જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજાને (Bipendrasinh Jadeja ) ટિકિટ આપી છે. તેઓ રાજપૂત સમાજના દિગ્ગજ નેતા પણ છે અને સમાજમાં સારું એવું નામ પણ ધરાવે છે. બીપેન્દ્રસિંહ જાડેજા વેપાર ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. બીપેન્દ્રસિંહ જાડેજા અગાઉ એકપણ ચૂંટણી લડ્યા નથી.
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર : આપના ઉમેદવાર કરસનભાઈ કરમૂર ( Karsan Karmur ) ભાજપમાંથી દિગ્ગજ નેતા તરીકે જામનગર કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓનું આહીર સમાજમાં સારું એવું પ્રભુત્વ પણ છે અને આ બેઠક પર સૌથી વધુ આહીર મતદારો છે.
અપક્ષ અને અન્ય ઉમેદવારો : અપક્ષ ઉમેદવારોમાં કેર રહીમ, જાહીદ જામી, મલેક આદિલ, અનવર કકલ, મિયા આમીન, અશોક ચાવડા, હીના મકવાણા તેમ જ બસપામાંથી જગદીશ ગઢવી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે.
કુલ મતદાર સંખ્યા : જામનગર ઉત્તર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 257287 મતદારો નોંધાયા છે. જેમાંથી 131763 પુરુષ મતદારો તથા 125517 મહિલા મતદારો છે.