અમદાવાદ: ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભણી ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને માહોલ ખુબ ગરમાયો છે. NCP ના મહિલા પ્રમુખ અને પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય રહેલા રેશ્મા પટેલ (reshma patel AAP) આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. મળેલી માહિતી અનુસાર રેશ્મા પટેલે પોતાના જુના સાથીદાર એવા હાર્દિક પટેલ (hardik patel bjp) સામે ચૂંટણી લડી શકે છે. જો રેશ્મા પટેલ વિરમગામથી ચૂંટણી લડે તો વિરમગામ બેથક હાઈપ્રોફાઈલ સીટ બની જાય. ભાજપે વિરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હવે જો આમ આદમી પાર્ટી રેશ્મા પટેલને વિરમગામથી (viramgam assembly seat) ટિકિટ આપે તો આંદોલનના જુના સાથીદાર આમને સામને આવી જશે. ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલે NCP ને અલવિદા કહીને આમ આદમી પાર્ટીમાં (aam aadmi party) જોડાયા છે.NCPમાંથી ગઠબંધનમાં ગોંડલ બેઠકનો સમાવેશ નહીં થતાં રેશ્મા પટેલે આખરે NCPમાંથી રાજીનામું આપી દીધું છે અને AAPનો ખેસ ધારણ કરી લીધો છે.
હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી શક્યતા: વધુ મળતી વિગતો પ્રમાણે રેશમા પટેલને હાર્દિક પટેલની સામે એટલે કે વિરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેવા પણ સંકેત મળી રહ્યા છે. વિરમગામ બેઠક પર આપ પાર્ટીએ ઠાકોર સમાજના આગેવાન ચંદુજી ઠાકોરને ટિકિટ આપી છે. રેશમા પટેલના આવવાથી ઠાકોર સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી શકે છે. રાજનીતિમાં સમય સાથે બધુ જ નક્કી છે. ત્યારે બુધવારની સાંજ ગુજરાતની રાજનીતિમાં શું નવું લઈને આવે છે તે જોવું રહ્યું. હાલ તો રેશમા પટેલના આપમાં આગમનનો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ અંગે પત્રકાર પરિષદમાં પર્શ પૂછતાં પાર્ટીનો હવાલો આપીને રેશ્મા પટેલે કોઈ જવાબ આપ્યો ન હતો.
પક્ષ પલટાની મોસમ: ગુજરાતમાં તમામ પક્ષોના અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ટિકિટ ન મળતા રેશમા પટેલે પણ NCPમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પાર્ટીનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા છે.