ETV Bharat / assembly-elections

રાજકોટ પશ્ચિમ:ઉમેદવારને પ્રધાનથી લઈને વડા'પ્રધાન' સુધીનું પદ અપાવનારી બેઠક

રાજકોટ પશ્ચિમ બેઠક (Gujarat Assembly Election Rajkot Seat) ભાજપ માટે સૌથી સેફ સીટ માનવામાં આવે છે. આ સીટ પરથી ચૂંટણી લડનારને હંમેશા સરકારમાં પ્રધાન પદ મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે.

Rajkot West: election rajkot
rajkot-west-a-seat-that-gives-the-candidate-the-rank-from-pradhan-to-vada-pradhan
author img

By

Published : Nov 17, 2022, 5:38 PM IST

રાજકોટઃ રાજકોટના રાજકારણમાં ભાજપ માટે સૌથી સેફ અને વિશ્વાસનો હિમાલય (Gujarat Assembly Election Rajkot Seat) વ્યક્ત કરી શકાય એવી બેઠક એટલે રાજકોટ 69. જેમાં કુલ છ જેટલા વૉર્ડનો સમાવેશ થાય છે. આ બેઠકને રાજકોટ પશ્ચિમ બેઠકથી પણ ઓળખવામાં આવે છે. આ વખતેનું રાજકીય ગણિત જોતા (Rajkot Assembly Seat) આ બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ (Dr.Darshita shah BJP) મેદાને ઊતાર્યા છે. જેઓ રાજકોટના ડે. મેયર તરીકે પણ રહ્યા હતા

rajkot-west-a-seat-that-gives-the-candidate-the-rank-from-pradhan-to-vada-pradhan

કદ્દાવર નેતાઓ સાઈડલાઈન: કોંગ્રેસે પાટીદાર પાસાને ધ્યાને લઈને (Rajkot Congress) મનસુખ કાલરીયા પર આ બેઠક માટે પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ બેઠક પરના ઈતિહાસ પરથી એવું કહી શકાય કે, આ વિસ્તારની પ્રજા જ્ઞાતિ, જાતિ અને ધર્મને હાંસિયામાં રાખીને માત્ર સત્તા પર રહેલા પક્ષને ધ્યાને લે છે. સૌરાષ્ટ્રના રાજકીય ચિત્ર પર નજર કરવામાં આવે તો જે કદાવર અને મજબુત નેતા હતા એ આ વખતે સાઈડલાઈન છે. અર્થાત કોઈ સિનિયર સત્તાના સંગ્રામમાં નથી. હવે તો પ્રજાનો મુડ બદલાશે તો આ વખતે આ બેઠક પર કોઈ નવું ચિત્ર જોવા મળી શકે છે. બીજી તરફ મુદ્દો એ પણ અસર કરે છે કે, વજુભાઈ એ પોતાના નજીકના ગણાતા વ્યક્તિ માટે ટિકિટની અપીલ કરી હતી.

રાજકોટ પશ્ચિમનો ઇતિહાસ: આ જ બેઠકને ધ્યાને લઈને વાત કરવામાં આવે તો સ્વ. અરવિંદ મણિયાર, સ્વ. ચિમન શુક્લ, એ પછી વજુભાઈ વાળા, છેલ્લી બે ટર્મથી વિજય રૂપાણીને સૌથી વધારે મત મળતા રાજકોટ શહેરના રાજકીય ઈતિહાસમાં રેકોર્ડ બન્યો હતો. રાજકોટથી જ હાલ વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીએ રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રી કરી હતી. એ સમયે વજુભાઈ એ પોતાની બેઠક ખાલી કરતા નરેન્દ્ર મોદી એ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચ્યા હતા. જ્ઞાતિ-જાતિના પ્રચાર કરતા પક્ષની મજબુતી આ બેઠક પર વધારે છે. સૌથી ખાસ અને નોંધવા જેવી વાત એ છે કે, આ બેઠક પરથી જે કોઈ વિજેતા થયું એને સરકારમાં મોટું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં મહત્ત્વના ખાતા મળતા મોટું કદ પણ પ્રાપ્ત થયેલું છે. જેમ કે, રૂપાણી અને વાળા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.