ETV Bharat / assembly-elections

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડાસામાં સભા ગજવશે - પ્રચારનું રણશિંગુ

ગુજરાતની ચૂંટણીને (Gujarat assembly election 2022) આડે હવે માત્ર થોડા જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પ્રચારનું રણશિંગુ ફૂંક્યા બાદ હવે PM મોદી મધ્ય ગુજરાતમાં જંગી જનસભાઓ સંબોધશે. અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો (three assembly seats of Aravalli district) છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના કબજામાં છે.ત્યારે આ વખતે કોઇ પણ ભોગે ત્રણે સીટો અંકિત કરવા ભાજપ મથી રહ્યુ છે.આ પ્રયાસના ભાગરૂપે આવતીકાલે 24 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લીની જનતાને રીઝવવા સભા ગજવશે.

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડાસામાં સભા ગજવશે
prime-minister-modi-will-hold-a-meeting-in-modasa-on-thursday
author img

By

Published : Nov 23, 2022, 4:50 PM IST

અરવલ્લી: રાજ્યમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને ચૂંટણી પ્રચાર માટે તમામ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓએ (Prominent leaders of all political parties) હરોળના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો (three assembly seats of Aravalli district) છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના કબજામાં છે.ત્યારે આ વખતે કોઇ પણ ભોગે ત્રણે સીટો અંકિત કરવા ભાજપ મથી રહ્યુ છે.આ પ્રયાસના ભાગરૂપે આવતીકાલે 24 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લીની જનતાને રીઝવવા સભા ગજવશે.

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા તારણહાર બનશે: મોડાસા,બાયડ અને ભિલોડા વિધાનસભા બેઠકો પર ભાજપને છેલ્લા બે ટર્મથી હારનો સમાનો કરવો પડ્યો છે. આ વખતે તેનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક નેતાઓ તો મેહનત કરી જ રહ્યા છે પરંતુ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આવતી કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં જનમેદની સંબોધશે. નોંધનીય છે કે દર વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને એક સભા મોડાસામાં તો અચુક હોય જ છે.છતાં અરવલ્લીમાં કોંગ્રેસનો દબદબો યથાવત છે. જો કે આ વખતે ભાજપના સ્થાનિક નેતાઓનો જોમ અને જુસ્સો કંઇક અલગ છે અને કોંગ્રેસમાં ડખા ઘણા છે. તેવામાં જોવુ રહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા તારણહાર બનશે કે કેમ.

2017માં ત્રણેય બેઠકો કોંગ્રેસના ફાળે: બાયડ બેઠક પર ૨૦૧૭ માં કોંગ્રેસ ના ઉમેદવારે વિજય પ્રાપ્ત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પક્ષ પલટો કરી કેસરીયો ધારણ કર્યા પછી પેટા ચૂંટણીમાં તેમનો કોંગ્રેસના જશુભાઈ પટેલ સામે કારમો પરાજય થતા ભાજપ ને ભારે નાલોશી સહન કરવી પડી હતી.તો વળી મોડાસામાં ભાજપના ભિખુસિંહ પરમાર,કોંગ્રેસના રાજેંદ્ર સિંહ ઠાકોર સામે માત્ર 1640 મતોથી હારી ગયા હતા.જ્યારે ભિલોડામાં સ્વ.અનિલ જોષીયારા સામે પુર્વે ડી.વાય.એસ. પી.સી. બરંડા 12000 કરતા વધું મતોથી હાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.