ETV Bharat / assembly-elections

PM મોદી બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે આજે ગુજરાતને ગજવશે - ગુજરાત પ્રવાસે PM મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ (First phase voting complete) થઇ ગયુ છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પણ વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વડાપ્રધાન મોદી જંગી જનસભાને ગજવશે.

PM મોદી બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે આજે ગુજરાતને ગજવશે

author img

By

Published : Dec 2, 2022, 8:42 AM IST

હૈદરાબાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ (First phase voting complete) થયુ છે. બીજા તબક્કાનું મતદાન (Second phase voting) 5મી ડિસેમ્બરે થવાનું છે ત્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન તેમના હાથમાં લીધી છે.

PM મોદી આજે 4 જંગી જનસભા સંબોધશે : વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમની વાત કરીએ તો વડાપ્રધાન મોદી આજે 4 જંગી જનસભા સંબોધશે. જેમાં સૌપ્રથમ તેઓ ઉત્તર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં સવારે 11 કલાકે વડાપ્રધાન મોદી જંગી જનસભા સંબોધશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધુંઆધાર પ્રચાર કરશે. પાટણ બાદ વડાપ્રધાન મોદી બપોરે 2.45 આણંદના સોજીત્રામાં જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે.

અમદાવાદમાં ભવ્ય રોડ શો થકી તમામ 14 બેઠક અંકે કરવાનો પ્રયાસ : બીજા તબક્કાના મતદાન માટે હવે ભાજપના દિગ્ગજો પ્રચારમાં તાકાત લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં દમદાર પ્રચાર કર્યો. વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો થકી ધુંઆધાર પ્રચાર કર્યો. એ પહેલા વડાપ્રધાન મોદીએ સાબરકાંઠા, છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ સભા ગજવી છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો હતો. ગુજરાતની ચૂંટણીના ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર મોદીએ કર્યો છે. મોદીએ મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું.

કાલોલમાં ચૂંટણી સભામાં PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા : પંચમહાલના કાલોલમાં ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે- કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે તો બોડેલીમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગરીબો અને આદિવાસીઓ અલગ અલગ પડી ગયા. જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતો અને આમ આદમીના કલ્યાણ મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાક્યું.

5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન : ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે એટલે કે ગઇકાલે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.