ETV Bharat / assembly-elections

નવાનાગના ગામે પ્રચારમાં ગયેલા રાઘવજી પટેલનો વિરોધ, સભા છોડીને ભાગ્યા

જામનગર ગ્રામ્યની બેઠક (Jamnagar rural seat) પર ચૂંટણી લડી રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને (Agriculture Minister Raghavji Patel) ગઇ રાત્રે ખૂબ કડવો અનુભવ થયો છે.સતવારા જ્ઞાતિની વર્ચસ્વ ધરાવતા નવાનાગના ગામે સરપંચની આગેવાની હેઠળ ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો. પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા તેમજ ગ્રાંટ ફાળવણીમાં થયેલા અન્યાયનો પડઘો પડ્યો હતો. હાલારની એક પણ બેઠકમાં સતવારા સમાજને ટિકીટ ન ફાળવ્યાની બાબતે પણ આંતરિક નારાજગી જવાબદાર હોવાની પણ ચર્ચા સામે આવી છે.

નવાનાગના ગામે પ્રચારમાં ગયેલા રાઘવજી પટેલનો વિરોધ
opposition-to-raghavji-patel-who-had-gone-to-campaign-in-the-village-of-navanag-left-the-meeting-and-ran-away
author img

By

Published : Nov 23, 2022, 1:26 PM IST

જામનગર: જામનગર ગ્રામ્યની બેઠક (Jamnagar rural seat) પર ચૂંટણી લડી રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને (Agriculture Minister Raghavji Patel) ગઇ રાત્રે ખૂબ કડવો અનુભવ થયો છે. અહીંના જુના નાગના વિસ્તારમાં (Juna Nagana area) સભાને સંબોધવા પહોંચેલા રાઘવજી પટેલ પર સ્થાનિક લોકોએ પ્રશ્ર્નોનો મારો ચલાવીને દેકારો બોલાવી દેતા ભાજપના ઉમેદવારને પોતાની સભાનો સંકેલો કરીને સભા છોડીને જતા રહેવાનો વારો (Opposition to Raghavji Patel) આવ્યો હતો.જામનગર ગ્રામ્યના (jamnagar rural area)કેટલાક ગામડાઓમાં પણ ભાજપના ઉમેદવાર સામે રોષ જોવા મળ્યો છે.આ બાબતના પડઘા મતદાનમાં પડવાની પૂરેપૂરી સંભાવના દેખાઇ રહી છે.

નવાનાગના ગામે પ્રચારમાં ગયેલા રાઘવજી પટેલનો વિરોધ

સતવારા સમાજમાં ભયંકર નારાજગી: જામનગર ગ્રામ્યની બેઠક પર આમ પણ ભાજપના કમીટેડ વોટ એવા સતવારા સમાજમાં ભયંકર નારાજગી છે. આ કમીટેડ વોટ આ વખતે ભાજપમાં પડવાની કોઇ શક્યતા હાલની તકે દેખાતી નથી. સતવારા સમાજને મનાવવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. આ લોકરોષ જો 1લી ડિસેમ્બર એટલે કે મતદાનના દિન સુધી યથાવત રહેશે તો ભાજપના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ જેવા ચહેરાઓને માઠા પરિણામ ભોગવવા પડી શકે છે.જુના-નવા નાગના વિસ્તારમાં રાઘવજી પટેલની સભા હતી ત્યારે અગાઉ વચન આપ્યા બાદ કેટલાક કામો થયા ન હોવાથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને કેટલાક લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ચૂંટણી બાદ નેતા દેખાયા નથી: સૂત્રોના જણાવ્યું અનુસાર ભાજપ સામે પ્રજામાં એવો આંતરિક રોષ છે કે બીજા કેટલાક ગામડાઓમાં રાઘવજી પટેલને લોકરોષના કડવા ઘૂંટડા પીવા પડ્યા છે, જેમ જેમ ચૂંટણી આગળ વધશે તેમ તેમ આ પ્રકારના લોકરોષનો ભોગ વધુને વધુ બનવું પડે એવું પણ દેખાય છે.ખાસ કરીને જુના નાગનામાં લોકોનો વિરોધ એ મુદ્દે હતો કે, પાછલી ચૂંટણીમાં જે વચનો આપીને મત મેળવ્યા હતા પરંતુ ચૂંટણી બાદ નેતાજી દેખાયા ન હતા. તેમના પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવ્યું ન હતુ. તમારા વચનો ઠાલા સાબિત થયા હતા, તો હવે ક્યાં મોઢે ફરી એક વખત અમને મુર્ખ બનાવવા આવ્યા છો, અત્રે એ બાબત પણ નોંધનીય છે કે જુના નાગના વિસ્તારમાં સતવારા સમાજના લોકોની વધુ પ્રમાણમાં વસ્તી છે.

સતવારા સમુદાયનો વિરોધ: અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં બ્રાહ્મણની ટિકીટ બે વખતથી કપાઇ ગઇ છે. લોહાણા જ્ઞાતિને કદી ટિકીટ ભાજપએ આપી નથી તેમજ જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય બેઠક ઉપરાંત હાલારની તમામ 7 વિધાનસભા બેઠકોમાં વર્ષોથી ભાજપને મત આપતા સતવારા સમાજને એક પણ બેઠકની ટિકીટ આપી નથી. આથી લોહાણા અને બ્રાહ્મણ સમાજ કરતા પણ સતવારા સમાજ વધુ ક્રોધે ભરાયો છે અને તેનું પ્રથમ પ્રતિબિંધ નવાનાગના ગામે રાઘવજી પટેલના ઘેરાવ અને વિરોધની ઘટનાથી પડયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.