મોરબી: મોરબી (Morbi bridge tragedy) ઝુલતા પુલ દુર્ઘટના અંગે વડાપ્રધાન (PM) મોદીની મુલાકાત પાછળ થયેલા ખર્ચા અંગેની ખોટી માહિતી સોશિયલ મીડિયા (Social Media) પર ઉપર મૂકવા બદલ તૃણમુલ કોગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેની શહેર ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી વધુ તપાસ હાથ (Morbi police arrested TMC leader)ધરી છે.ખોટી માહિતી ફેલાવવાના આરોપસર મોરબી પોલીસે તેની ધરપકડ (Morbi police arrested TMC leader)કરી છે.
પ્રાંત અધિકારીએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ: મોરબી વિધાનસભા મતદાન વિભાગના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા ચુંટણીના સમય દરમિયાન આચારસંહિતાનું પૂર્ણ પણે પાલન થાય તેની તકેદારી રાખી રહ્યા હતાં. એવા સમયે ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા તેમને જણાવામાં આવ્યું હતું કે મોરબી જીલ્લા ખાતે ઝૂલતા પુલની સંવેદનશિલ ઘટના( Morbi bridge tragedy) બની હતી.અને આ દુ:ખદ ઘટના અનુસંધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે પણ આવ્યા હતા. ટીએમસી નેતા સાકેત ગોખલેના ટવીટર આઇ.ડી પર વાંધાજનક ટ્વીટ કરવામાં આવી (Morbi police arrested TMC leader)હતી. તેની ચુંટણી અધિકારી અને ડી.ઇ.ઓ ઓફીસમાં ચાલતા સોશિયલ મીડીયા સેલ દ્વારા તપાસ કરતા તેની નીચે બે સ્ક્રીનશોટ પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા.
ટીએમસી નેતા સહીત બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ: આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના ( Morbi bridge tragedy)અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ અંગેના ખર્ચની વિગત અંગે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી રજુ કરી હતી, અને કેટલાક ડોક્યુમેન્ટસ પણ રજૂ કર્યા હતા. આ ડોક્યુમેન્ટ્સ ખોટાMorbi police arrested TMC leader હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ખોટા દસ્તાવેજ રજુ કરવા અંગે ફરિયાદ નોંધી ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેની રાજસ્થાનથી ધરપકડ કરી વધુ તપાસ હાથ (Morbi police arrested TMC leader)ધરી છે.