ETV Bharat / assembly-elections

કોંગ્રેસને વધુ એક ફટકો, પેટલાદ બેઠક પરથી નિરંજન પટેલનું રાજીનામુ - Congress Leader Mohansinh Rathwa

કોંગ્રેસમાંથી બે દિવસમાં 3 ધારાસભ્યોએ (Gujarat Assembly Election 2022) રાજીનામુ આપી દેતા હડકંપ મચી ગયો છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે રાજકીય ભૂંકપ મચી ગયો છે.

કોંગ્રેસને વધુ એક ફટકો, પેટલાદ બેઠક પરથી નિરંજન પટેલનું રાજીનામુ

author img

By

Published : Nov 10, 2022, 1:55 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી બે દિવસમાં 3 ધારાસભ્યોએ રાજીનામુ (Gujarat Congress MLA) આપી દેતા હડકંપ મચી ગયો છે. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય હાથનો સાથ છોડી દીધો છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એક પછી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી રાજકાજરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નિરંજન પટેલની વિધાનસભા બેઠક હજુ સુધી જાહેર કરી નથી. આ બેઠક પર કોનું નામ ફાયનલ થશે એ હવે જાહેર થશે. બની શકે છે કે, બીજી યાદીમાં આ નામ જાહેર કરી દેવામાં આવે.

3 દિવસમાં 2 રાજીનામાઃ અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કૉંગ્રેસ ચૂંટણી (Gujarat Assembly Elections) અંગે પોતાની રણનીતિ બનાવે તે પહેલાં જ તેને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભગવાન બારડે (MLA Bhagwan Barad) રાજીનામું આપી દીધું છે. ને હવે તેઓ ભાજપમાં વિધિવત્ રીતે જોડાઈ ગયા છે.

24 કલાકમાં બે ઝટકાઃ કૉંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા મંગળવારે કોંગ્રેસમાંથી 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું (Congress Leader Mohansinh Rathwa) આપી ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ કોંગ્રેસને છેલ્લા 24 કલાકમાં 2 ઝટકા લાગ્યા છે. મોટા નેતાઓ કરી રહ્યા છે પક્ષપલટા ચૂંટણી (Gujarat Assembly Elections) જેમજેમ નજીક આવી રહી છે. તેમ તેમ એક પછી એક મોટા નેતાઓ પક્ષપલટા કરતા જોવા મળી રહ્યા છે. તેના કારણે કોઈક પાર્ટી મજબૂત તો કોઈકમાં તિરાડ જોવા મળી રહી છે. જોકે, આ 2 ધારાસભ્યોના રાજીનામાના કારણે કોંગ્રેસ 2 મોટા નેતા ગુમાવ્યા છે.

શું બોલ્યા પ્રવક્તાઃ કોંગ્રેસે આપી પ્રતિક્રિયા આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે કોઈ મોટા નેતા પક્ષ છોડીને જાય છે. તેમનું પાછળનું કારણ પ્રજાને સ્પષ્ટ કરવું જોઈએ. ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે તોડજોડની નીતિ કરી રહ્યું છે. આના કારણે રાજીનામા પડે છે. મહત્વનું છે કે, રાજ્યમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ મજબૂત રીતે ચૂંટણી લડવા મેદાને ઉતરી છે. ત્યારે હવે ભાજપે હવે કૉંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ પાછળ પાડવાની મહેનત કરવી પડશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.