ETV Bharat / assembly-elections

જામનગર ઉત્તર બેઠક છે બિગ ફાઈટ સીટ રીવાબા જાડેજાની સામે કયો ઉમેદવાર ભારે ટક્કર આપશે જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Seat 2022 ) માં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Jamnagar Assembly Seat ) ત્રિપાંખિયા જંગની સાથે બિગ ફાઈટ સીટ ( Big fight Seat ) પણ બની ગઇ છે. હકુભા જાડેજા ( Hakubha Jadeja ) જેવા બે ટર્મના વિજેતા એમએલએની ટિકિટ કાપી રીવાબા જાડેજા ( Rivaba Jadeja )ને ટિકિટ અપાઇ છે. તેમની સામે આપના ઉમેદવાર મતદારોમાં પ્રભુત્વ ધરાવનાર ઉમેદવાર છે.

જામનગર ઉત્તર બેઠક છે બિગ ફાઈટ સીટ રીવાબા જાડેજા, બીપેન્દ્રસિંહ જાડેજા અને કરશન કરમૂર વચ્ચે જંગ

author img

By

Published : Nov 26, 2022, 3:00 PM IST

જામનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Seat 2022 ) મતદાનને આડે હવે વેઢે ગણાય એટલાજ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ત્રિપાંખિયા જંગમાં મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે જામનગર ઉત્તર બેઠકનું ( Jamnagar Assembly Seat ) રાજકીય સમીકરણ રસપ્રદ છે. ભાજપે હકુભા જાડેજાની ટિકિટ કાપી રીવાબા જાડેજાને ( Rivaba Jadeja )મેદાને ઉતાર્યા છે. રીવાબાને મેદાને ઉતારાતા બિગ ફાઈટ સીટ ( Big fight Seat ) બની છે. મુખ્ય ત્રણ પક્ષ સહિત અપક્ષ ઉમેદવારો પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં આ બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાને છે.

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા ( Rivaba Jadeja ) છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચૂકી છે.

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસે જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજાને (Bipendrasinh Jadeja ) ટિકિટ આપી છે. તેઓ રાજપૂત સમાજના દિગ્ગજ નેતા પણ છે અને સમાજમાં સારું એવું નામ પણ ધરાવે છે. બીપેન્દ્રસિંહ જાડેજા વેપાર ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. બીપેન્દ્રસિંહ જાડેજા અગાઉ એકપણ ચૂંટણી લડ્યા નથી.

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર આપના ઉમેદવાર કરસનભાઈ કરમૂર ( Karsan Karmur ) ભાજપમાંથી દિગ્ગજ નેતા તરીકે જામનગર કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓનું આહીર સમાજમાં સારું એવું પ્રભુત્વ પણ છે અને આ બેઠક પર સૌથી વધુ આહીર મતદારો છે.

અપક્ષ અને અન્ય ઉમેદવારો અપક્ષ ઉમેદવારોમાં કેર રહીમ, જાહીદ જામી, મલેક આદિલ, અનવર કકલ, મિયા આમીન, અશોક ચાવડા, હીના મકવાણા તેમ જ બસપામાંથી જગદીશ ગઢવી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે.

કુલ મતદાર સંખ્યા જામનગર ઉત્તર વિધાનસભા સીટ જનરલ સીટ છે. આ સીટ પર 257287 મતદારો નોંધાયા છે. જેમાંથી 131763 પુરુષ મતદારો તથા 125517 મહિલા મતદારો છે.

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં? વર્ષ 2017માં વિજેતા થયા બાદ હકુભા જાડેજા ( Hakubha Jadeja ) રૂપાણી સરકારમાં પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2021માં રૂપાણીના રાજીમનામાં બાદ હકુભાને રિપીટ કરવામાં ન આવ્યા. ભાજપની આ સીટ પર નજર રહેશે. નવા સીમાંકન બાદ વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી છે આ બેઠક. આ બેઠક પર હકુભા જાડેજાનો દબદબો રહ્યો છે. હકુભા જાડેજા એક વખત કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતાં ત્યારે બીજી તરફ ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે. હવે તેમની ટિકિટ કાપવામાં આવી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આ બેઠક પર દબદબો રહ્યો છે. હકુભા તરીકે જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ મૂળુુભાઈ બેરાને 9448 મતોના માર્જીનથી હરાવ્યા હતાં. જેના પરથી કહી શકાય કે પક્ષ ગમે તે હોય, હકુભા સતત બે વખત આ બેઠક જીતતા આવ્યા છે.

જ્ઞાતિનું સમીકરણ આ બેઠક પર મુસ્લિમ મતદારો તેમજ લેઉઆ પટેલ અને કડવા પટેલ, એસસી અને એસટી મતદારો અને બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. તો મુસ્લિમ મતદારોની સંખ્યા 13.86 ટકા, આહીર સમાજ 5.69 ટકા, SC અને ST મતદારોની સંખ્યા 14.92 ટકા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પરિણામ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ( Hakubha Jadeja ) આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર જીવનભાઈ આહીર મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 84327 મત (58.95%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 43364 મત (30.31%)મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હકુભા જાડેજા વિજેતા થયાં હતાં.

વિસ્તારની સમસ્યા કોર્પોરેશન અને પોલીસની અવદશાની સાથે જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. જામનગર શહેર રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇનની સુવિધા અને પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.