ભાવનગર: રાજ્યમાં અનેક એવા નેતાઓ છે, જેઓ તેમના અસલી નામથી નહીં પરંતુ હુલામણા અને ઉપનામથી ઓળખાતા હોય. આવા જ એક નેતા છે, ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોળી સમાજમાંથી આવતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી. (Bhupendra Patel Cabinet Minister Parsottam Solanki) જી હાં ભાવનગર અને ગુજરાતમાં તેમને "ભાઈ"નું ઉપનામ મળ્યું છે. ભાજપમાં આવ્યા બાદ તેઓ ટીકીટ કે મંત્રીપદ વિહોણા નથી રહ્યા ત્યારે આજે 15મી રચાયેલી રાજ્ય સરકારમાં મંત્રી પદ યથાવત રહ્યું છે. (Parsottam Solanki Oath Ceremony in Gandhinagar)
![કોળી સમાજમાં પરસોત્તમભાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn20parsotambhaiprofilechirag7208680_12122022155835_1212f_1670840915_556.jpg)
જન્મ વ્યવસાય અને રાજકારણમાં એન્ટ્રી: ભાવનગરમાં મૂળ ઘોઘાના રહેવાસી પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી એટલે "ભાઈ" વર્ષ 1995માં પરત ફર્યા હતા. પરસોત્તમભાઈનો જન્મ મહારાષ્ટ્રના અંધેરીમાં 23 મેં 1961મા થયો હતો. ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ અભ્યાસ કરનાર પરસોતમભાઈ હાલમાં વ્યવસાયમાં બિલ્ડર છે. 1998માં ઘોઘા આવીને રાજકારણમાં ઝંપલાવ્યું (Parsottam Solanki Political Profile) અને ભાવનગર જિલ્લાના તેમજ ગુજરાતના કોળી સમાજને એક નેતા મળ્યો હતો. વર્ષ 1998માં તેઓ ઘોઘા બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આમ, રાજકીય સફર શરૂ થઈ અને તેમને સમાજે "ભાઈ"નું ઉપનામ આપ્યું હતું.
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn20parsotambhaiprofilechirag7208680_12122022155835_1212f_1670840915_538.jpg)
મળ્યું "ભાઈ"નું ઉપનામ: સમાજમાં "ભાઈ"નું ઉપનામ અને પહેલા ક્યાં પરસોત્તમ સોલંકી રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં તેઓ મુંબઈમાં રહેતા હતા. 2 ભાઈઓ સાથેના કુટુંબમાં રહેતા પરસોત્તમ સોલંકી ઘોઘા મૂળ વતન ફર્યા અને કોળી સમાજમાં નાના મોટા કામોમાં આર્થિક, સામાજિક જેવો ફાળો આપ્યો હતો. સમાજમાં તેમને આવકાર મળ્યો અને તેઓ 1998થી સતત ધારાસભા લડીને જીત મેળવતા આવ્યા છે. પરસોત્તમભાઈનો પરિવાર અને કોઈ પણ ધારાસભ્યને મળવું પડે પરસોત્તમ સોલંકી અને તેમના નાના ભાઈ હીરા સોલંકી બંને રાજકારણમાં છે. તેમને 2 દીકરાઓ હિરેન અને દિવ્યેશ છે. સાથે જ એક દીકરી અને તેમના પત્ની છે. વર્ષ 2012માં 34 બેઠક પર તેમનો પ્રભાવ અને કોળી સમાજના વધુ મતદાર હોવાથી કોઈ પણ ધારાસભ્યને પરસોત્તમભાઈને કહેવું પડે છે "મારા ભાઈ". 2022ની પગલે પણ ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી સહિતના નેતાઓ આશીર્વાદ લઈ આવ્યા છે અને શુભેચ્છા મુલાકાત લીધી છે.
![ક્યારે કયું મંત્રી પદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn20parsotambhaiprofilechirag7208680_12122022155835_1212f_1670840915_601.jpg)
ક્યારે કયું મંત્રી પદ અને ક્યાં વિભાગો: પરસોત્તમભાઈ સોલંકી 10 મી વિધાનસભા લડીને શ્રમ અને રોજગાર મંત્રી પદ મેળવ્યું હતું. ત્યારે બાદ 11મી અને 12મી વિધાનસભામાંતેઓ પશુપાલન અને મત્સ્યઉદ્યોગમંત્રીનું પદ જાળવ્યું હતું. જો કે 2012ની વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગ મળ્યા બાદ 2014 માં તે જ સરકારના તેમનું ખાતું રહ્યું હતું. બાદમાં 2019માં ફરી પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગ આપી મંત્રી બનાવ્યા હતા.આમ ક્યારેય પક્ષે ટીકીટ કે મંત્રી પદ કાપ્યું નથી. આ ભાઈની મહ્ત્વતા રાજકારણીઓને સમજાવે છે.
![કોળી સમાજમાં પરસોત્તમભાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn20parsotambhaiprofilechirag7208680_12122022155835_1212f_1670840915_42.jpg)
સૌરાષ્ટ્રની 34 બેઠક પર ગૅમ્બલર કેમ: પરસોતમભાઈનો સ્વભાવ અને 34 બેઠકના ગૅમ્બલર કેમ તો જવાબ છે કે ભાવનગર નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોળી સમાજની સંખ્યા અન્ય સમાજો કરતા વધુ છે. ત્યારે દરિયાઈ પટ્ટીમાં આવતી 34 બેઠક પર અન્ય સમાજ કરતા બમણી સંખ્યા કોળી સમાજની છે. આથી પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પરસોત્તમ સોલંકીના શાંત અને સહનશીલ સ્વભાવમાં સમાજની પ્રેમ લાગણી જોઈને 34 બેઠકની જવાબદારી 2012માં સોંપવામાં આવી હતી. પરસોત્તમભાઈએ સૌથી વધુ બેઠકો લાવતા તેઓ 34 બેઠકના ગૅમ્બલર સાબિત થયા હતા. આમ, વર્ષ 2017માં પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી અને સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠક લાવવામાં સફળ રહ્યા હતા. આ વર્ષે 2022માં પણ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પણ પાડી દીધું છે.
![રાજકારણમાં એન્ટ્રી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn20parsotambhaiprofilechirag7208680_12122022155835_1212f_1670840915_323.jpg)
કોળી સમાજમાં પરસોત્તમભાઈ પ્રચારમાં નીકળતા થાય અસર: પરસોત્તમભાઈ બહાર નીકળે એટલે અસર જરૂર થાય છે. પશ્ચિમ બેઠકની વાત કરીએ તો, રાજુ સોલંકીને આપે ટિકિટ આપવામાં આવી છે. આમ આપ અને કૉંગ્રેસમાં જતા કોળી સમાજના મતદારોનો ફાયદો પરસોત્તમભાઈની અસરને કારણે ભાજપને જરૂર કરાવી શકે. ગુજરાતમાં કોળી સમાજમાં તેમની પ્રતિષ્ઠા છે.બેઠકો વધી શકે છે સૌરાષ્ટ્રની 34 બેઠકમાં 2017 દેખાવ કંગાળ થયો હતો, પરંતુ આ વર્ષે વિરોધ વચ્ચે પણ અહીંયા બેઠકો વધી છે.પરસોત્તમભાઈ પોતાના ગરીબ અને અશિક્ષિત વર્ગમાં ઘણો ફાયદો કરાવ્યો છે.સમાજના દરેક લોકો સાથે આર્થિક,સામાજિક ખરાબ સ્થિતિમાં ઉભા રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ 12 હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચુક્યા છે એટલું નહિ પોતાની દીકરીને પણ સમૂહ લગ્નમાં લગ્ન કરાવી સમાજને દાખલો આપ્યો છે.