દેવભૂમિ દ્વારકા: ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વાર ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા (Bhupendra Patel Cabinet Mulubhai Bera) નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે.
![Mulubhai Bera Oath Ceremony in Gandhinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17183539_mulu.jpg)
ખંભાળીયા વિધાનસભા બેઠક ઉપર 17 હજારથી વધુ મતથી જીતનાર મુળુ બેરાને (Mulubhai Bera Oath Ceremony in Gandhinagar ) પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગ ફાળવાયો છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે વિક્રમ માડમને ફરી ટિકિટ (Vikram Madam Congress Candidate For Khambhalia) આપી ખંભાળીયાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ઈસુદાન ગઠવીને ઉમેદવાર તરીકે (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે મુળુભાઈ બેરાને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 62,56,326ની જંગમ મિલકત છે. મુળુભાઈના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
![Mulubhai Bera Oath Ceremony in Gandhinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17183539_muluf.jpg)
ભાજપ-કૉંગ્રેસનો ગઢ રહી છે આ બેઠક છેલ્લા 1970થી 1995 સુધી આ સીટ પર કૉંગ્રેસનો કબજો રહ્યો હતો. ત્યારબાદ 1995થી 2014 સુધી ભાજપ અને ત્યારબાદ 2014થી 2022 સુધી હાલ કૉંગ્રેસ આ સીટ (Gujarat Election 2022) જીતતી રહી છે.
ભાગ્યે જ ધારાસભ્ય દેખાય છે ગત ચૂંટણીની વાત કરીએ તો, આ સીટ (Khambhalia Assembly Constituency) પર જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમએ (Vikram Madam Congress Candidate For Khambhalia) આ સીટ પર ભાજપના દિગ્ગજ કારું ચાવડાને 10,000 કરતા કરતાં પણ વધુ મતથી મ્હાત આપીને જીત મેળવી હતી. ત્યારે હાલના ધારસભ્ય વિક્રમ માડમની વાત કરવા જતાં જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો આયાતી ધારાસભ્ય હોઈ બીજા જિલ્લામાં રેહતા હોવાથી લોકોને ભાગ્યે જ આ ધારાસભ્ય જોવા મળતા હોય તેવું લોકોએ જણાવ્યું હતું.
2017માં વિક્રમ માડમને 79779 મત અને ભાજપના કારુ ચાવડા ને 68891 મત મળ્યા હતા. કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાંથી આહીર સમાજના ઉમેદવાર છે. ત્યારે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) ચારણ સમાજમાંથી આવે છે, જેના 14,000 જેટલા જ મતો છે, પરંતુ તેમના દ્વારા ખેડૂત, વિદ્યાર્થી, યુવા, આઉસોર્સિંગ કર્મચારીઓ, આંગણવાડી, મઘ્યાહન ભોજન કર્મીઓ વિગેરે બાબતે અને લોઅર મિડલ ક્લાસ પરિવાર મોંઘવારીના મુદ્દા જેવી બાબતે મતદારો આપ તરફ સ્વિપ થતાં આ બેઠક પર ખૂબ જ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.