ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ બપોરે બે કલાકે ભુપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિ યોજવા જઈ રહી છે (gujarat bjp bachubhai khabad )ત્યારે 16 જેટલા ધારાસભ્યોને ફોન કરીને બનવાની જાહેરાત કરી હતી ત્યારબાદ તમામ સંભવિત પ્રધાન પદના દાવેદારોની આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મુખ્યમંત્રી નિવાસ્થાને મીંટીગનું આયોજન કરવામાં આવ્યું છે અને એક નાનકડી બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 10:30 કલાકે આ બેઠક (Gujarat Assembly election 2022) શરૂ થશે અને તમામ ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો હાજર રહેશે અને ત્યારબાદ તેઓ સીધા શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપશે.
શુ કહ્યું બચુ ખાબડે ?: ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત પણ બચુ ખાબડએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ અને સરકાર દ્વારા આદિવાસી સમાજમાં ખૂબ મોટો વિકાસ કરવામાં આવ્યો છે (bachu khabad will take oath )અને આદિવાસી નો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે મહત્વની વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ આરોગ્યની સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આવનારા પાંચ વર્ષ સુધી આ વિકાસ ગાથા યથાવત રાખવામાં આવશે.
આદિવાસી કોંગ્રેસ નો હતો ગઢ: ગુજરાત વિધાનસભામાં આદિવાસી ગઢ ની વાત કરવામાં આવે તો 27 જેટલી બેઠકો આદિવાસી સમાજ થી પ્રભાવિત છે અને આ તમામ બેઠકો ઉપર અનેક વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. આ બાબતે ઇટીવી બાબતે બચુ ખાબડને પ્રશ્ન કર્યો હતો ત્યારે બચુ ખાબડે પ્રતિઉત્તર આપતા જણાવ્યું હતું કે પહેલા આદિવાસી કોંગ્રેસ સાથે હતા પરંતુ જે રીતે ભાજપ તમામ ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને જ આદિવાસી હવે ભાજપ પક્ષ તરફ પડ્યા છે. 27 બેઠકમાંથી સૌથી વધુ બેઠક આદિવાસી સમાજની ભાજપ પક્ષે મેળવી છે આમ હવે આદિવાસી સમાજ પણ ભાજપ સાથે જોડાયો છે અને વિકાસમાં અગ્રેસર રહ્યો છે.
રાજ્યકક્ષાના પ્રધાન: બચુ ખાબડે ની વાત કરવામાં આવે તો બચુ ખાબડ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને દેવગઢબારિયા માંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી હતી પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકાર આવતા તેઓની બાદબાકી થઈ હતી. હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ સરકાર બનાવી રહી છે ત્યારે બચુભાઈ ખાબડને ફરીથી પ્રધાન બનવાની જવાબદારી સોંપવામાં આવી છે અને આ બાબતે બચુ ખાબડે ઈટીવી ભારત સાથેની કાચબા જણાવ્યું હતું કે મને રાત્રે 12:30 કલાકની આસપાસ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ફોન આવ્યો હતો.