ETV Bharat / assembly-elections

પાછલા એક દશકાના ઇતિહાસમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો; સત્તાધારી પક્ષની સામે મતદારોમાં રોષનું સૂચક

ગુજરાતમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કમાં મતદાન (gujarat assembly election 2022 first phase) ગત ચૂંટણી કરતા ઓછું નોંધાયું છે.જુનાગઢ જિલ્લામાં વર્ષ 2017 માં 63.15 જેટલું મતદાન થયું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો(decrease 5 percentage in three year) છે. ઘટતી મતદાનની ટકાવારી સત્તાધારી પક્ષ માટે અત્યાર સુધી ઘાતક નીવડી(An indicator of voter resentment against the ruling party)છે

author img

By

Published : Dec 2, 2022, 3:28 PM IST

પાછલા એક દશકાના ઇતિહાસમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો
gujarat-assembly-election-first-phase-less-voting-in-gujarat-an-indicator-of-voter-resentment-against-the-ruling-party

જુનાગઢ: પાછલા એક દસકા દરમિયાન આયોજિત થયેલી વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022 first phase)સૌરાષ્ટ્ર કચ્છમાં મતદાનની ટકાવારીમાં સતત ઘટાડો(Continued decline in voting percentage in Saurashtra Kutch) જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં વર્ષ 2017 માં 63.15 જેટલું મતદાન થયું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો(decrease 5 percentage in three year) છે. ઘટતી મતદાનની ટકાવારી સત્તાધારી પક્ષ માટે અત્યાર સુધી ઘાતક નીવડી(An indicator of voter resentment against the ruling party)છે તેવા પરિણામો આવ્યા છે. ત્યારે ફરી એક વખત મતદાનની ટકાવારીમાં ઘટાડો સત્તાધારી પક્ષ માટે નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે.

પાછલા એક દશકાના ઇતિહાસમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો

ઘટતી મતદાનની ટકાવારી શાસક પક્ષ માટે ઘાતક: પાછલી ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મતદાનની ટકાવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મતદાનની ટકાવારીનો ઘટાડો મોટેભાગે શાસક રાજકીય પક્ષ સામે મતદારોના રોષના સ્વરૂપમાં જોવા મળતો હોય છે. વર્ષ 2012 અને ત્યાર પછી 2017 અને હજુ ગુરુવારે પૂરા થયેલા મતદાનમાં ટકાવારીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. મતદાનની ઘટતી ટકાવારી પાછલા પરિણામો પર નજર કરીએ તો સત્તાધારી રાજકીય પક્ષ માટે ખૂબ નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે. વર્ષ 2017માં મતદાનની ટકાવારી ઘટવાની સાથે વિરુદ્ધ પક્ષના ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે ફરી એક વખત આ વર્ષે મતદાનની ટકાવારી ઘટી છે ત્યારે ચૂંટણી પરિણામો બાદ ઘટેલી મતદાનની ટકાવારી કોનું કદ વધારશે તે સ્પષ્ટ થશે

ઘટતી મતદાનની ટકાવારી વિરોધ પક્ષ બનવાની નિશાની: વર્ષ 2012 અને 2017 માં સતત મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો હતો. જેને કારણે સત્તાધારી પક્ષના ધારાસભ્યોની સંખ્યામાં ક્રમશ ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2017ના ચૂંટણી પરિણામોમાં જુનાગઢ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 વિધાનસભા બેઠક પૈકી જુનાગઢ જિલ્લાની એકમાત્ર કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. આ સિવાય અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 13 બેઠકો પર કોંગ્રેસનો પંજો ફરી વળ્યો હતો. ફરી એક વખત મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે જે ગત ચૂંટણીના પરિણામો પરથી અનુમાન લગાવી શકાય કે ફરી એક વખત સત્તાધારી પક્ષના જનાધારનું ધોવાણ થવા જઈ રહ્યું છે.

ભાજપ માટે નુકસાન!: રાજકીય નિષ્ણાંત અને પાછલા ઘણા વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા વિજય પીપરોતરે ઘટતી મતદાનની ટકાવારીને ચિંતાજનક ગણાવી છે. પાછલા એક દસકા દરમિયાન ઘટેલી મતદાનની ટકાવારીને અંતે જે પરિણામો આવ્યા છે તે સત્તાધારી રાજકીય પક્ષની વિરુદ્ધ જોવા મળ્યા હતા. ત્યારે વર્ષ 2022માં ફરી એક વખત મતદાનની ટકાવારીમાં ઘટાડો થાય છે. જે સત્તાધારી રાજકીય પક્ષ માટે નુકસાનનો સોદો સાબિત થઈ શકે તેમ છે. વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે સતત વધતી મોંઘવારી અને બેરોજગારી મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે. આવા સમયે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના એક પણ નેતાએ બેરોજગારી મોંઘવારી વિશે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી કે તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો નથી. જે સત્તાધારી પક્ષ સામે લોકોનો રોષ સાબિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.