જૂનાગઢ પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા આજે રાજ્ય વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર પાર્ટીએ ઉમેદવાર જાહેર કરવાનું ટાળી રહી છે. જિલ્લાની બે બેઠકો પૈકી પોરબંદર બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા છે. પરંતુ કુતિયાણા બેઠક (Kutiyana assembly seat) પર ઉમેદવાર જાહેર કરવાની લઈને ભાજપ ખૂબ જ ગંભીરતાથી આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું ભાજપે કુતિયાણા બેઠક (Kutiyana assembly seat) પર ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું હતું. ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આજે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 160 જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે. જે પૈકી 84 કુતિયાણા વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાની લઈને ભાજપએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. અહીંથી એનસીપીના કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયા હતા. આ વર્ષે ભાજપે કુતિયાણા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાની લઈને થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરી છે. એવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. કાંધલ જાડેજા સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર તરીકે અહીંથી જાહેર કરવામાં આવશે. જેને લઈને આજે પ્રથમ તબક્કામાં ભાજપે કુતિયાણા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવાની લઈને સમય લીધો છે.
ઉમેદવાર જાહેર કોંગ્રેસે કુતિયાણા બેઠક પરથી મહેર અગ્રણી નાથા ઓડેદરાને અહીંથી ઉમેદવાર જાહેર કર્યા છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું હતું. જેના ભાગરૂપે કુતિયાણા બેઠક પરથી ગત ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો ન હતો. પરંતુ આ વર્ષે એનસીપીની સીટ પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. જે સ્પષ્ટ દર્શાવી આપે છે કે કાંધલ જાડેજા આ વખતે કુતિયાણા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે તેમ નથી.
ભાજપ રાહ જોઈ રહ્યું છે તમામ રાજકીય શક્યતા અને તોડજોડની વચ્ચે કાંધલ જાડેજા પણ ભાજપમાં જોડાઈને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે તેમ છે. કાંધલ જાડેજા નો ગુનાહિત ઇતિહાસને લઈને કુતિયાણા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાને લઈને ભાજપ રાહ જોઈ રહ્યું છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ મહેર અગ્રણી ભીમા મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે. કુતિયાણા બેઠક પરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ભાજપે ઉમેદવાર જાહેર કરવાને લઈને થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર ભીમાભાઇ ઓડેદરાને 23,709 મતથી પરાજય આપ્યો હતો.
બહુમતી મતદારો મહેર કુતિયાણા બેઠક પર નોંધાયેલા મતદારો કુતિયાણા બેઠક પર 02 લાખ 25 હજાર 763 જેટલા મતદારો નોંધાયેલા છે. જે પૈકીના બહુમતી મતદારો મહેર જ્ઞાતિમાંથી આવે છે જેથી અહીં ચૂંટણી જંગમાં તમામ રાજકીય પક્ષો મહેર જ્ઞાતિના અગ્રણીને ઉમેદવાર તરીકે પસંદ કરતા હોય છે. અહીંથી ગોડ મધર તરીકે સમગ્ર રાજ્યમાં કુખ્યાત થયેલા સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જે કાંધલ જાડેજા ના માતા હતા. જેને લઈને પણ આ બેઠક baahubali બેઠક તરીકે રાજ્યની વિધાનસભામાં પ્રસિદ્ધ છે. સંતોકબેન બાદ કાંધલ જાડેજા ધારાસભ્ય પદે રહ્યા છે. અહીંથી પૂર્વ બાહુબલી નેતા ભીમાભાઇ ઓડેદરા પણ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. એક વખત ધારાસભ્ય બનવામાં પણ સફળતા મળી છે ભીમભાઇ ઓડેદરા ગત વખતે પણ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો કાંધલ જાડેજા સામે પરાજય થયો હતો.