સુરત:મજૂરા વિધાનસભા બેઠક પરથી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જીત થઇ છે. મજૂરા વિધાનસભા બેઠક (Majura Assembly Seat)ની વાત કરવામાં આવે તો છેલ્લા 13 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં આ બેઠક ઉપરથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghvi win or lose)ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાંથી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (harsh sanghvi win or lose) મેદાને છે.કોંગ્રેસે બળવંત શાંતિલાલ જૈનને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ મૂળ ઉદયપુર રાજસ્થાનના છે અને ટેક્સટાઇલના ધંધા સાથે સંકળાયેલા છે . આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્માને (PVS Sharma) ચૂંટણી મેદાને હતા. PVS શર્માએ પણ છેલ્લા દસ વર્ષથી ભાજપ સાથે કામ કર્યું હતું અને તેઓ હવે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ભાજપની જીતની શક્યતા: પીવીએસ શર્મા (PVS Sharma) રિટાયર ઇન્કમટેક્સ ઓફિસર છે. મજૂરા વિધાનસભા બેઠક (Majura Assembly Seat)થી કોંગ્રેસે બળવંત શાંતિલાલ જૈનને મેદાનમાં ઉતાર્યા છે. તે ઉપરાંત આ બેઠક ઉપર કુલ ચાર કોર્પોરેટરો છે. જે ચારે ભાજપમાંથી જ આવે છે. જેથી આ વખતે પણ આ બેઠક ઉપર ભાજપ જ વિજય મેળવશે એવું અનુમાન લગાવી શકાય છે.જો કે આમ આદમી પાર્ટીએ પીવીએસ શર્માને મેદાને ઉતારતા બેઠક થોડી રસપ્રદ બની હતી.હર્ષ સંઘવી(harsh sanghvi win or lose) રાજ્યના ગૃહપ્રધાન છે અને તેમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
મતદાનની ટકાવારી: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મજુરા વિધાનસભા બેઠક પર 58.07 ટકા મતદાન થયું છે જયારે 2017 વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની વાત કરીએ તો 2017માં 62.8 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 4.73 ટકા મતદાન ઓછું થયું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ભાજપનો વિજય થયો હતો. 2017માં આ બેઠક પરથી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી(harsh sanghvi win or lose) ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસમાંથી અશોક કોઠારી મેદાને હતા. ગત ચૂંટણીમાં ભાજપના હર્ષ સંઘવીને 1,16,741 જેટલા મત મળ્યા હતા જયારે કોંગ્રેસના અશોક કોઠારીને માત્ર 30,914 મત મળ્યા હતા. હર્ષ સંઘવીની આ બેઠક પરથી 85,827 જેટલા મતના માર્જીનથી ચૂંટણી જીત્યા હતા.
જ્ઞાતિ સમીકરણ: મજૂરા વિધાનસભા બેઠક( Majura Assembly Seat )ની વાત કરીએ તો આ બેઠક પર કુલ 278556 મતદારો છે. એમાંથી પુરુષ મતદારોની સંખ્યા કુલ 151494 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 127053 છે. અન્ય 9 મતદારો છે. આ વિસ્તારમાં સુરતી, ઘાંચી, જૈન, રાજસ્થાની સમાજ, તથા વિશ્વની સૌથી મોટા કાપડબજારના વેપારી મુખ્યત્વે આ વિસ્તારમાં જ રહે છે.