અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Gujarat assembly election 2022 second phase) યોજાઈ રહ્યું છે ત્યારે ઠેરઠેર લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વયોવૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં આ વખતે મતદાન કરવા બહાર આવ્યા છે.
હીરા બાએ વ્હીલ ચેરમાં મતદાન કર્યું: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ વ્હીલ ચેરમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાએ ગાંધીનગર દક્ષિણ બેઠક (hira ba voting in gandhinagar south) માટે મતદાન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિવાસસ્થાનથી ગણતરીના જ કિલોમીટર દુર આવેલી રાયસન પ્રાથમિક શાળામાં હીરાબા મતદાન કરવા સવારે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે તેઓ પહોંચ્યા હતા. પરંતુ એકદમ સામાન્ય વ્યક્તિ મતદાન કરવા આવતા હોય તેવી રીતે સામાન્ય ગાડીમાં જ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી હાજર રહ્યા હતા.
108 વર્ષના દાદીમાનું મતદાન: હાલ બીજા તબક્કાનું મતદાન Second Phase Poll ચાલી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં 108 વર્ષના દાદીમાનું મતદાન જોવા મળ્યું હતું. તેમણે મતદાર તરીકે વોટ કરીને અન્યોનો ઉત્સાહ વધાર્યો છે. ગોધરા ખાતે રહેતા લક્ષ્મીબેન પારંગીએ 108 Year Old Voter Lakshmiben Parangi આજે તેમના 73 વર્ષના પુત્ર સાથે જાતે ચાલતાં આવીને મતદાન કર્યું હતું અને જુવાનિયાઓને પણ મત આપવા અપીલ (Panchmahal Voting ) કરી હતી.
ઓક્સિજન બોટલ સાથે મતદાન: અમદાવાદમાં નારણપુરા મતવિસ્તારમાં 75 વર્ષીય મતદાર સુરેશભાઈએ સૌનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. કારણ કે, તેઓ ઓક્સિજન બોટલ સાથે મતદાન કરવા (With oxygen bottle voter cast vote in Ahmedabad) પહોંચ્યા હતા. બાયપાસ સર્જરી થઈ હોવા છતાં તેમણે મતદાન કરવાનો જુસ્સો (Voting in Naranpura Area) બતાવ્યો હતો. અહીં તેમણે જણાવ્યું હતું કે, આ લોકશાહીનો મહાપર્વ (Gujarat Election 2022) છે, જેમાં લોકોએ મતદાન કરવું જોઈએ.
92 વર્ષીય અમરતબા પટેલ વ્હીલચેર પર બેસીને કર્યું મતદાન: અમદાવાદમાં આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે શિલજ ખાતે 92 વર્ષીય અમરતબા પટેલ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા (Senior Citizen motivate for Voting in Shilaj) પહોંચ્યાં હતાં. આ સાથે જ તેમણે યુવા મતદારો મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી (Senior Citizen appeal to voters for voting) હતી. તેઓ 18 વર્ષની ઉંમરથી અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.
ઘોડીના સહારે મતદાન: અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલના (Nishan School Ranip) મતદાન મથકમાં વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે અહીં એક વડીલ કે, જેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેમ છતાં તેઓ ઘોડીના સહારે (Senior Citizen voting in Nishan School Ranip) મતદાન કરવા પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે યુવા મતદારોને મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી (Gujarat Election 2022) હતી.
લોકશાહીના સાચા પ્રહરી: સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર લોકો લોકશાહીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ લોકો લોકશાહીના સાચા પ્રહરી સાબિત થયા છે. આજે બીજા તબક્કાની 92 બેઠકોને લઈને મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાન બાદ હવે દરેક લોકોની નજર બીજા તબક્કા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી ચુક્યા છે.