ETV Bharat / assembly-elections

મણીનગર બેઠકમાં મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ; PM મોદી 2012માં મણિનગરથી લડ્યા હતા ચૂંટણી - PM મોદી 2012માં મણિનગરથી લડ્યા હતા ચૂંટણી

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં સોમવારે બીજા તબક્કાની મતદાન (Gujarat assembly election 2022 second phase) થવાનું છે. ત્યારે 2012માં જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા (pm modi won from maninagar assembly seat in 2012)હતા તે મણીનગર બેઠક (maninagar assembly seat)પર તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. આ વખતની વિધાનસભા બેઠકમાં છેલ્લા બે વખતથી ચૂંટાઈને આવતા સુરેશ પટેલની ટિકિટ ન આપી અમુલ ભટ્ટ પર ભાજપે પસંદગી ઉતારી છે.

મણીનગર બેઠકમાં મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ
gujarat-assembly-election-2022-second-phase-preparation-over-at-maninagar-assembky-seat
author img

By

Published : Dec 5, 2022, 6:48 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં સોમવારે બીજા તબક્કાની મતદાન(Gujarat assembly election 2022 second phase) થવાનું છે. તેવામાં અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક પર પૈકી મણીનગર વિધાનસભા બેઠક(maninagar assembly seat) પર મતદારોનો આ વખતે ક્યાં ઉમેદવાર પર ભરોસો મુકાય છે તે અગત્યનું બની રહેશે. આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહી છે. તત્કાલિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2012માં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત્યા (pm modi won from maninagar assembly seat in 2012)પણ હતા. પરંતુ આ વખતની વિધાનસભા બેઠકમાં છેલ્લા બે વખતથી ચૂંટાઈને આવતા સુરેશ પટેલની ટિકિટ ન આપી અમુલ ભટ્ટ (amul bhatt bjp candidate)પર ભાજપે પસંદગી ઉતારી છે. ખોખરામાં સખી મતદાન કેન્દ્ર પણ તૈયાર કરાયો છે ત્યારે આ બેઠક પરના તમામ મતદાન કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

મણીનગર બેઠકમાં મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ

ગત ચૂંટણીનું પરિણામ: ગત વખતની ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2017માં મણીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેશ પટેલને રીપીટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના તરફથી શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલને 1,16,113 મત અને કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને 40,914 મત મળ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલનો 75,199 વિજય થયો હતો. આ વખતે કોંગ્રેસે સી.એમ રાજપૂતને ટીકીટ આપી છે.જ્યારે આમ આદમી પાર્ટીએ વિપુલ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

જ્ઞાતિ સમીકરણ: મણીનગર વિધાનસભા બેઠક પરની જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો અહીંયા મોટી વણિક પાટીદાર, બ્રાહ્મણ, ઓબીસી,દલિત અને મુસ્લિમ સમાજનું પણ પ્રભુત્વ જોવા મળે છે. અને મણીનગર વિધાનસભાના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2,76,044 મતદારો છે.જેમાં 1,43,381 પુરુષ મતદારો,1,32,656 મહિલા મતદારો અને 7 અન્ય મતદારો છે. ત્યારે આ વખતે મતદારો આ બેઠક પર કોના પર વિશ્વાસ મૂકે છે તે તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.