ETV Bharat / assembly-elections

મતદાન મથકે આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા જિલ્લા-મહાનગર પાલિકા આરોગ્ય તંત્ર ખડે પગે - ready for servise on poling day

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજજ તબક્કાનું મતદાન સોમવારે યોજાશે ત્યારે મતદાન(gujarat assembly election 2022 second phase) મથકે આરોગ્ય સુરક્ષા છત્ર ઉપલબ્ધ કરાવવા જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય તંત્ર ખડે પગે (The district and municipal health systems are in alert)છે. તબીબો સહિત 2 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ મતદાન દરમિયાન સેવાઓ આપશે(More than 2 thousand health workers will provide services)તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વ્યવસ્થામાં 108 સેવાનો પણ સહયોગ લેવામાં આવશે

મતદાન મથકે આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા જિલ્લા-મહાનગર પાલિકા આરોગ્ય તંત્ર ખડે પગે
gujarat-assembly-election-2022-second-phase-district-and-municipal-health-systems-ready-for-servise-on-poling-day
author img

By

Published : Dec 4, 2022, 4:08 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજજ તબક્કાનું મતદાન (gujarat assembly election 2022 second phase)સોમવારે યોજાશે ત્યારે શહેર અને જિલ્લાના અન્ય તંત્રોની જેમ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને સફળ બનાવવામાં આરોગ્ય તંત્રો ખૂબ ચાવીરૂપ યોગદાન(More than 2 thousand health workers will provide services) આપે છે. ખાસ કરીને મતદાનના દિવસે હજારોની સંખ્યામાં ઊભા કરવામાં આવતા મતદાન મથકો અને અગાઉના દિવસે મતદાન સામગ્રીના વિતરણ સમયે પણ જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય ટીમો ખૂબ ખંતપૂર્વક સ્વાસ્થ્ય રક્ષા સેવાઓ(The district and municipal health systems are in alert) આપે છે.

2 હજાર આરોગ્ય કર્મીઓ આપશે સેવા: આ ચૂંટણી વખતે એવું બન્યું છે કે માત્ર ગણતરીના દિવસ અગાઉ પાદરામાં અને ગઈકાલે ભાયલી નજીક રાઈપુરામાં દૂષિત ખોરાકથી મોટી સંખ્યામાં આરોગ્ય કથળવાની બનેલી ઘટનાઓ વચ્ચે આરોગ્ય તંત્ર ચૂંટણીની ફરજો પણ અદા કરી રહ્યું છે. મતદાનના દિવસે શહેર અને જિલ્લા આરોગ્ય તંત્રના તબીબો સહિત 2 હજારથી વધુ આરોગ્ય કર્મયોગી સેવાઓ આપશે(More than 2 thousand health workers will provide services) એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે આરોગ્યની ટીમો આજથી જ ચૂંટણી ફરજોમાં જોડાઈ ગઈ છે.

મેડિકલ ટીમો તૈનાત: આજે વડોદરા શહેરની પાંચ અને જિલ્લાની પાંચ એમ કુલ 10 વિધાનસભા બેઠકોના 10 મતદાન સામગ્રી વિતરણ કેન્દ્રો ખાતે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ તેમજ જરૂરી દવાઓ સાથે મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી હતી. વિતરણ દરમિયાન કોઈ આરોગ્ય વિષયક તકલીફ સર્જાય તો તરત સેવા મળી રહે તેવા આશય સાથે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેર અને જિલ્લાના 2590 મતદાન મથકો ખાતે ફરજ બજાવનારી મતદાન ટુકડીઓને મેડિકલ કીટ આપવામાં આવી છે. જેમાં તાવ,વોમિટીંગ જેવી સામાન્ય માંદગીમાં ઉપયોગી દવાઓ રાખવામાં આવી છે.

108 સાથે પણ સંકલન કરવામાં આવ્યું: દરેક મતદાન મથક માટે એક મેડિકલ ટીમ નિયુક્ત કરવામાં આવી છે જેમાં પુરુષ અને મહિલા આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકર બહેનોનો સમાવેશ થાય છે. તેમની સાથે જરૂરી દવાઓ સેની ટાઈઝર-માસ્ક પણ રહેશે. જ્યારે નજીકના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ મતદાન શરૂ થાય ત્યારથી પૂરું થવા સુધી ઉપસ્થિત રહેશે અને જરૂરિયાતના સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે. જીવન રક્ષક સેવા 108 સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે જેનો પણ આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે વિનિયોગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.