બપોરે 5 વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન: બીજા તબક્કામાં 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનું મતદાન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું છે. સૌથી વધારે અંદાજે અમદાવાદમાં અંદાજે 55 ટકા, આણંદમાં અંદાજે 64 ટકા, ખેડામાં અંદાજે 64 ટકા મતદાન, મહિસાગરમાં અંદાજે 59 ટકા, પંચમહાલમાં 64 ટકા મતદાન, વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન, પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું ,બીજા તબક્કામાં હજુ મતદાનની ટકાવારીમાં વધારો થઇ શકે છે.
બપોરે 4 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન: ગુજરાતમાં બપોરે 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 54 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 61 ટકા મતદાન, સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 48 ટકા મતદાન, આણંદ જિલ્લામાં 57 ટકા મતદાન, ખેડા જિલ્લામાં 57 ટકા મતદાન, મહિસાગર જિલ્લામાં 52 ટકા મતદાન, પંચમહાલ જિલ્લામાં 57 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં 50 ટકા મતદાન, વડોદરા જિલ્લામાં 53 ટકા મતદાન, છોટાઉદેપુર જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાઈ ચુક્યું છે.
-
Former Indian cricketers Yusuf Pathan and Irfan Pathan along with their family members cast their votes at a polling booth in Vadodara for the second phase of #GujaratAssemblyPolls
— ANI (@ANI) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
"I appeal to people to come out and vote," says former Indian Cricketer Yusuf Pathan pic.twitter.com/jf4uhySB9P
">Former Indian cricketers Yusuf Pathan and Irfan Pathan along with their family members cast their votes at a polling booth in Vadodara for the second phase of #GujaratAssemblyPolls
— ANI (@ANI) December 5, 2022
"I appeal to people to come out and vote," says former Indian Cricketer Yusuf Pathan pic.twitter.com/jf4uhySB9PFormer Indian cricketers Yusuf Pathan and Irfan Pathan along with their family members cast their votes at a polling booth in Vadodara for the second phase of #GujaratAssemblyPolls
— ANI (@ANI) December 5, 2022
"I appeal to people to come out and vote," says former Indian Cricketer Yusuf Pathan pic.twitter.com/jf4uhySB9P
પઠાણ બંધૂઓએ કર્યું મતદાન: ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે. લોકો ઉત્સાહથી વોટિંગમાં ભાગ લઈ રહ્યાં છે તો પછી પૂર્વ ક્રિકેટરો પણ કેવી રીતે પાછળ રહી શકે. વડોદરામાં પઠાણ બંધૂઓ, યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે પરિવાર સાથે વોટ આપ્યો હતો.
બપોરે 3 વાગ્યા સુધી થયેલા મતદાનની વાત કરીએ તો અમદાવાદ ખાતે 44.67 ટકા, આણંદ જિલ્લામાં 53.75 ટકા, છોટાઉદેપુર જિલ્લામાં 54.40 ટકા, દાહોદમાં 46.17 ટકા, ગાંધીનગર જિલ્લામાં 52.05 ટકા, ખેડામાં 53.94 ટકા, પંચમહાલમાં 53.84 ટકા અને વડોદરામાં 49.69 ટકા જેટલું મતદાન થયું છે.
2 વાગ્યા સુધીમાં 39% મતદાન: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બપોરે 2 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 43% અને સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 34% મતદાન થયું હતું
પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવ્યો: પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે. હાર્ટ અટેક આવતા પ્રિસાઇડિંગ ઓફિસરને 108 બોલાવી સારવાર અર્થે ખસેડાયા હતા. ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સ્થાનિકોએ મદદ કરી હતી અને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા
મધ્ય ગુજરાતના વડોદરામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન આજે સવારે 8:00 વાગ્યાથી શરૂ થયું છે. જેમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.17% મતદાન થયું છે . વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા વિસ્તારો પ્રમાણે મતદાન ની વાત કરીએ તો અકોટામાં 16.55 ટકા ડભોઇમાં 22.51% કરજણમાં 21.3 % માંજલપુરમાં 13.6 ટકા પાદરામાં 27.87 % રાવપુરા માં 14.94 ટકા સાવલીમાં 21.85 % સયાજીગંજમાં 15.85 ટકા વડોદરા સીટી બેઠકમાં 16.75 ટકા અને વાઘોડિયામાં 27.87 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly elections 2022) પરિણામોમાં મધ્ય ગુજરાતની બેઠકો ખુબ જ મહત્વની રહી છે.
-
Ahmedabad | BJP candidate from Viramgam, Hardik Patel cast his vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 264 in Chandranagar Primary School pic.twitter.com/iZPQsk6Rfq
— ANI (@ANI) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ahmedabad | BJP candidate from Viramgam, Hardik Patel cast his vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 264 in Chandranagar Primary School pic.twitter.com/iZPQsk6Rfq
— ANI (@ANI) December 5, 2022Ahmedabad | BJP candidate from Viramgam, Hardik Patel cast his vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 264 in Chandranagar Primary School pic.twitter.com/iZPQsk6Rfq
— ANI (@ANI) December 5, 2022
વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યા બાદ કહ્યું કે, લોકશાહીના મહાપર્વને મનાવવો જોઈએ. હું તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરે. 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે.
વાઘોડિયાના વ્યારા ગામે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યુ, મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, 300 કરોડનું કૌભાંડ મેં ઝડપ્યું તેથી મારી ટિકિટ કપાઈ છે. ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી છે.
-
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી છે મત આપ્યો: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમ્યાન આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોટ આપવા પહોંચ્યા ત્યારે બુથની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી છે મત આપ્યો હતો. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું.
-
Ahmedabad | Gujarat CM Bhupendra Patel casts his vote for the second phase of Gujarat Assembly elections at Booth 95, Shilaj Anupam School#GujaratAssemblyPolls pic.twitter.com/hCE4zgC8XH
— ANI (@ANI) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ahmedabad | Gujarat CM Bhupendra Patel casts his vote for the second phase of Gujarat Assembly elections at Booth 95, Shilaj Anupam School#GujaratAssemblyPolls pic.twitter.com/hCE4zgC8XH
— ANI (@ANI) December 5, 2022Ahmedabad | Gujarat CM Bhupendra Patel casts his vote for the second phase of Gujarat Assembly elections at Booth 95, Shilaj Anupam School#GujaratAssemblyPolls pic.twitter.com/hCE4zgC8XH
— ANI (@ANI) December 5, 2022
ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે મતદાન કર્યું: ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું.
મોડાસામાં EVM ખોટવાયું: વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે લાંબી-લાંબી લાઈનો લગાવી છે. મોડાસામાં EVM ખોટવાયું છે. થરાદમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અને વાવમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરામાં પત્ની સાથે મતદાન કર્યું છે. નડિયાદ બેઠકના ઉમેદવાર પંકજ દેસાઈએ પત્ની સાથે મતદાન કર્યું હતું.
અમદાવાદ ખાતે ઓક્સિજન સાથે વડીલે મતદાન કર્યું હોય તેવી ઘટના સામે આવી છે. બાયપાસ સર્જરી બાદ ઓક્સિજન સાથે મતદાન માટે પહોંચ્યા હતા. 75 વર્ષના વડીલે નારણપુરાથી મતદાન કર્યું છે
દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવારે બચુભાઈ ખાબડે પીપેરો મતદાન મથકમાં મતદાન કર્યું છે. બચુભાઈ ખાબડે લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. કુબેર ડિંડોરે પોતાના માદરે વતન ભંડારા ગામે મતદાન કર્યું, તેઓ માતા-પિતાના આશીર્વાદ તેમજ ગાયત્રી માતાના દર્શન કરી મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓએ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પંચમહાલના મોરવા હડફમાં મતદાન માટે સવારથી લાઈનો લાગી. મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન શરૂ થાય તે પહેલેથી જ લાઈનો લાગી છે. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા
મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા વિધાનસભામાં ભાજપના ઉમેદરવાર સી.કે રાઉલજીએ પરીવાર સાથે મતદાન કર્યું. મતદાન બાદ પોતાની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત અને 100 ટકા લોકો મતદાન કરવા આવશે એમ જણાવ્યું
રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદના મતદાતાઓમાં મતદાનને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજમાં મતદાન કરશે.
મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાણપુર ખાતે મતદાન કરશે. નારણપુરા ખાતે આવેલ સબ ઝોનલ ઓફિસ ખાતે અમિત શાહ મતદાન કરશે.ઉલ્લેખનીય છે કે ચુસ્ત સબ ઝોનલ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
પ્રધાનમંત્રી મોદી આજે અમદાવાદના રાણીપ ખાતે મતદાન કર્યા બાદ તેમના ભાઈના ઘરે જશે. આપને જણાવી દઈએ કે PM મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી રાણીપમાં રહે છે.
-
ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.
— Amit Shah (@AmitShah) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
">ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.
— Amit Shah (@AmitShah) December 5, 2022
તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.
— Amit Shah (@AmitShah) December 5, 2022
તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.'
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
— Narendra Modi (@narendramodi) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
">ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, 'ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.'
મધ્ય ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly elections 2022) પરિણામોમાં મધ્ય ગુજરાતની (central Gujarat) બેઠકો ખુબ જ મહત્વની રહી છે. આ વખતે મધ્ય ગુજરાતની 61 બેઠક પર પણ રાજકીય પાર્ટીઓની ચાંપતી નજર રહેશે. આ બેઠકો જીતવા માટે ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં આદિવાસી મતદારો ટ્રેન્ડ સેટરની (tribal voters are seen in the role of trend setters) ભૂમિકામાં જોવા મળે છે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાન બાદ સૌની નજર બીજા તબક્કાના મતદાન(second phase of gujarat assembly election) પર છે.
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ: 2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામમાં ભાજપે મધ્ય ગુજરાતમાં ક્લીન સ્વિપ કર્યું હતું. કુલ 61 જેયલી બેઠકોમાંથી ભાજપે 37 જેટલી બેઠકો જીતી હતી. જયારે કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. જો કે બે બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી.મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ જેવો પચરંગી વસ્તી ધરાવતો શહેરી વિસ્તાર પણ છે અને આદિવાસી વસ્તી બહુલ જિલ્લાઓ પણ છે. ગુજરાત વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે.
જાતિ સમીકરણ: મધ્ય ગુજરાતની વાત કરીએ તો તમામે 8 જિલ્લામાં સૌથી વધુ ઓબીસી જાતિ પ્રભુત્વ ધરાવે છે. જેમાં 28 જેટલી બેઠકો પર અસર વર્તાઈ શકે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મધ્ય ગુજરાતની 15 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. તો અનુસૂચિત જનજાતિ વિવિધ બેઠકોમાં 5 બેઠકો પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સાથે 5 જેટલી બેઠકો પર પાટીદાર જાતિ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. 15 બેઠકો પર આદિવાસી જાતિ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. જેવી કે છોટા ઉદેપુર, પાવી જેતપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડા આ બેઠકો પર વધુ મુશ્કેલી ભાજપને પડી શકે તેમ નથી.
મતદારોની સંખ્યા: મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો આવેલી છે. વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની ચર્ચા વધુ રહેતી હોય છે. કારણ કે અમદાવાદ અને વડોદરાના શહેરી વિસ્તારોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય પક્ષો આદિવાસી, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મતદારોને રિઝવવા જોર લગાડતા હોય છે. ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યા મુજબ કુલ પુરુષ મતદાર 84, 51,000 છે અને મહિલા મતદારોની સંખ્યા 80,17,000 છે. એટલે કે કુલ મતદાર સંખ્યા 1,64,73,000 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે નોંધાયા છે.