અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 ) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના ચૂંટણીના પ્રચારમાં ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ પણ ચૂંટણી પ્રચારને લઈને ખાસ તૈયારી જોવા મળી રહી નથી. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi ) આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવીને ચૂંટણી પ્રચારની ( Congress Election Campaign )શરૂઆત કરશે.
બે મહિના બાદ આવશે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી 22 મી નવેમ્બરે ( Rahul Gandhi Gujarat Visit on 22 November )ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેમાં અમરેલી અને વાંસદામાં જાહેર સભા સંબોધન ( Congress Election Campaign )કરશે. જોકે રાહુલ ગાંધી છેલ્લે ગુજરાતમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ ખાતે સભા સંબોધી જેમાં ચૂંટણીલક્ષી ગેરંટીઓ પણ તેમણે ગુજરાતની જનતાને આપી હતી. બે મહિના બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તેમનો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે.
પ્રિયંકા ગાંધી આવે તેવી પણ શક્યતા રાહુલ ગાંધી 22 મી નવેમ્બરના ( Rahul Gandhi Gujarat Visit on 22 November )રોજ ગુજરાત પ્રવાસે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત ચૂંટણી પ્રચાર ( Congress Election Campaign ) માટે આવી શકે છે. રાષ્ટ્રીય કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ગુજરાતમાં આવનજાવન શરૂ કરી દીધી છે. જો કે નવરાત્રી સમયે પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા હતાં પરંતુ રાજસ્થાન સરકારમાં જે નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો તેને લઈને પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.
ચૂંટણી ઓબ્ઝર્વરની તાત્કાલિક નિમણૂક કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લઈને કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા 42 ચૂંટણી ઓબ્ઝર્વરની ( 42 Election Observer of Congress ) તાત્કાલિક નિમણૂક કરી છે. જેમાં દક્ષિણ ઝોનમાં મુકુલ વાસનિક, સૌરાષ્ટ્રમાં મોહન પ્રકાશ, મધ્ય ગુજરાતમાં પૃથ્વીરાજ ચૌહાણ, ઉત્તર ઝોનમાં બી.કે. હરિપ્રસાદ અને કે. એ. મુયપ્પાની નિમણૂક કરવામાં આવી છે. વિવિધ રાજ્યના અન્ય પાંચ આગેવાનોને પણ નિમણૂક કરવામાં આવી છે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ફરજ બજાવશે.