ETV Bharat / assembly-elections

પારડી અને ઉમરગામ બેઠક પર યુવા, વૃદ્ધ અને અપંગ મતદારોમાં મતદાનનો ઉત્સાહ જોવાલાયક છે - વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે પ્રથમ તબક્કાના મતદાન ( First Phase Election 2022 )ની વલસાડમાં સારી શરુઆત રહી હતી. વલસાડની પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat ) અને ઉમરગામ વિધાનસભા બેઠક ( Umargam Assembly Seat ) પર સવારથી જ પ્રથમ વખત મતદાન કરતાં યુવાનો સહિત વૃદ્ધો અને દિવ્યાંગો પણ મત આપવામાં ઉત્સાહ દર્શાવતાં કતારોમાં જોવા મળી રહ્યાં હતાં.

પારડી અને ઉમરગામ બેઠક પર યુવા, વૃદ્ધ અને અપંગ મતદારોમાં મતદાનનો ઉત્સાહ જોવાલાયક છે

author img

By

Published : Dec 1, 2022, 1:36 PM IST

વલસાડ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat ) પર તેમજ ઉમરગામ વિધાનસભા બેઠક ( Umargam Assembly Seat )પર આવેલ તમામ મતદાન બુથ પર યુવાનો પ્રથમ વખત, તો, વૃદ્ધ મતદારો, અપંગ મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન ( First Phase Election 2022 ) કર્યું હતું. મતદાન મથક પર મતદારોની લાંબી કતાર જોવા મળી છે. પારડી બેઠક પર 1,36,738 પુરુષ મતદારો, 1,22,524 સ્ત્રી મતદારો મળી કુલ 2,59,267 મતદારો છે. મતદારો તમામ મતદાન બુથ પર ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ઉમરગામ બેઠકમાં 1,51,902 પુરુષ મતદારો, 1,33,493 સ્ત્રી મતદારો મળી કુલ 2,85,398 મતદારો છે.

યુવાનો સહિત વૃદ્ધો અને દિવ્યાંગો પણ મત આપવામાં ઉત્સાહ દર્શાવતાં કતારોમાં જોવા મળ્યાં

વલસાડમાં પ્રથમવાર મત આપનાર યુવામાં ઉત્સાહ મતદાનના આ ઉત્સવમાં યુવાનોએ પહેલી વાર મતદાન ( First Time Voter in Valsad ) કર્યું હતું અને મતદાન મથક પરની વ્યવસ્થાની સરાહના કરી હતી. તો, વૃદ્ધ અને અપંગ મતદારોએ પણ મતદાન કરી દરેક મતદાતાએ મતદાન અવશ્ય કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. 182 ઉમરગામ (અ.જ.જા.) બેઠક છે. ચૂંટણી 2022માં આ બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે.

વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સમગ્ર વલસાડ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના 13,29,239 મતદારો 1395 બુથ પર મતદાન કરવા આવી રહ્યા છે. મતદાન માટે જિલ્લાના 10300 અધિકારી અને કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં ( Election process in Valsad district ) સંકળાયા છે. મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે 6747 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લાના મતદાન બુથ પર કુલ 1827 EVM અને 2068 VVPET સહિતની સામગ્રી સાથે મતદાનનો પ્રારંભ સવારના 8 વાગ્યાથી થયો હતો. જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 35 ઉમેદવારો વચ્ચે ખેલાનારા ચૂંટણી જંગમાં કુલ 13,29,239 મતદારો કુલ 1395 મતદાન મથકો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું છે.

મતદાન મથકો પર સુવિધા દરેક મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વીજળી અને રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે. પીડબલ્યુડી મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત મુજબના મતદાન મથકો પર વ્હીલચેર, પ્રોપર સાઈન બોર્ડ, પોસ્ટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંવદેનશીલ બુથ વલસાડ જિલ્લામાં કુલ 1395 મતદાન મથકો પૈકી 372 સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે 698 મતદાન મથકો પર મતદાન કામગીરીનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જે પૈકી ધરમપુર બેઠકના 145 મતદાન મથકો, વલસાડ બેઠકના 137, પારડી બેઠકના 123, કપરાડા બેઠકના 154 અને ઉમરગામ બેઠકના 139 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા નવતર પ્રયોગ જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક પર ગ્રીન બુથ, આદર્શ મતદાન મથક, સખી બુથ જેવા બુથ પણ ઉભા કર્યા છે. ગ્રીન બુથ પર તમામ ચીજવાસ્તુઓમાં પ્લાસ્ટિકને બદલે કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાયો છે. સખી બુથ પર તમામ સ્ટાફ મહિલાઓ છે. જેઓએ માટે વિશેષ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પારડી વિધાનસભા બેઠક પર 2017માં કનુભાઈ દેસાઈએ કુલ માન્ય મતોની સંખ્યા 1,53,178 માંથી 98379 મત મેળવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને 52,086 મતોથી કારમી હાર આપી હતી. ઉમરગામ બેઠક પર ભાજપ તરફથી રમણલાલ પાટકરે 2017માં 96004 મત મેળવી 41690ની લીડથી આ બેઠક જીતી હતી. કોંગ્રેસના પટેલ અશોક મોહનભાઇને 54314 મત મળતા કારમી હાર મળી હતી. 2017માં કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.