ETV Bharat / assembly-elections

ચૂંટણી પંચ એકશનમાં: ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવારે રેલીમાં રૂપિયા વહેંચતા વિવાદ

ચૂંટણી જંગ (Gujarat Assembly Election 2022) રસાકસીભર્યો બની રહયો છે. તેવામાં ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ભાયલી ગામમાં જીપમાંથી રૂપિયા આપી રહયાં (Congress candidate distributing money) હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે ભાજપ દ્રારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવતા ચૂંટણી પંચ એકશનમાં આવ્યું છે.

Gujarat Assembly Election 2022 election comission in action mode for vadodara dabhoi Congress candidate distributing money

author img

By

Published : Nov 25, 2022, 4:31 PM IST

વડોદરા: ડભોઈ વિધાનસભા (Gujarat Assembly Election 2022) બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને મેદાનમાં ઉતાર્યા છે. તેવામાં બાલકૃષ્ણ પટેલ ભાયલી ગામમાં પોતાનો પ્રચાર-પ્રસાર કરવા માટે સમર્થકો સાથે ગયા હતા, ત્યારે તેઓ ખુલ્લી જીપમાંથી રૂપિયા આપી રહયાં હોય (Congress candidate distributing money) તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગેની નોંધ ચૂંટણી પંચે લીધી હતી.

જીપમાંથી રૂપિયા આપી રહયાં હોવાનો વીડિયો

ભાજપ દ્રારા ચૂંટણી પંચમાં ફરિયાદ: બાલકૃષ્ણ પટેલનો આવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ અંગે ભાજપ દ્રારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલના આ વીડિયોને (Congress candidate video viral) ચકાસવા બાબતે ડભોઈના તંત્રને આદેશ કરાયો હતો.

જીપમાંથી રૂપિયા આપી રહયાં હોવાનો વીડિયો
જીપમાંથી રૂપિયા આપી રહયાં હોવાનો વીડિયો

નાયબ કલેક્ટરને તપાસ સોંપાઇ: ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ઉપર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્યારે થોડાં દિવસ પૂર્વે ડભોઇ વિધાનસભાના સ્થાનિક અને કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ડભોઈ વિધાનસભામાં આવેલ ભાયલી ગામે પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. હવે આ બાબતે ડભોઈના નાયભ કલેકટરને વિગતે તપાસ કરવાની કામગીરી સોંપાઈ છે.

ઉમેદવારને જવાબ રજૂ કરવા નોટિસ અપાય: વીડિયો એનાલિસીસના આધારે તંત્ર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં પૈસાની વહેંચણી કરાતી હોય તેવું પંચને પણ લાગતું હતું જેથી મંગળવારે ચૂંટણીપંચ દ્વારા આચાર સહિતા ભંગનો ગુનો દાખલ કરાયો છે. તેમજ કોંગ્રેસના ઉમેદવારને આ બાબતે નોટિસ અપાઈ છે. જે અંગેની તપાસ નાયબ કલેકટર કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ બાબતમાં કેવાં પગલાં ભરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.