સુરત:સુરતની વરાછા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી કારણ કે આ વખતે અહીં આમ આદમી પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી હતી કે જેઓ પાટીદાર આંદોલનમાં એક સમયે હાર્દિક પટેલના સાથી હતા. આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને(alpesh kathiriya lose varachha) ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર એમની હાર થઈ છે અને એ બેઠક પર પણ કમળ ખીલ્યું છે.
મતદાનની સ્થિતિ: સુરતમાં કુલ 16 બેઠકો આવેલી છે. ક્યાં કેટલું મતદાન (Low turnout in Surat) થયું તેની પર એક નજર (Low Polling in Surat for Gujarat Election) કરીએ તો, બારડોલીમાં 66.07 ટકા, રાજ્યમાં સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પર 56.86 ટકા, કામરેજમાં 60.28 ટકા, કારંજમાં 50.54 ટકા, કતારગામમાં 64.08 ટકા, લિંબાયતમાં 58.52 ટકા, મહુવામાં 73.73 ટકા, મજુરામાં 58.07 ટકા, માંડવીમાં 76.02 ટકા, માંગરોળમાં 74.09 ટકા, ઓલપાડમાં 64.65 ટકા, સુરત પૂર્વમાં 64.80 ટકા, સુરત ઉત્તરમાં 59.24 ટકા, સુરત પશ્ચિમમાં 62.92 ટકા, ઉધનામાં 55.69 ટકા, વરાછા રોડમાં (Varachha Road Assembly result)56.38 ટકા મતદાન થયું હતું.
કાંટાની ટક્કર: સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં (Surat Corporation Election) આમ આદમી પાર્ટીએ 120 સીટમાંથી 27 સીટ પર જીત (Alpesh Kathiriya win lose)મેળવી હતી. ત્યારે આ પાર્ટી માટે સુરત એપી સેન્ટર બની ગયું છે. એટલે આ વખતે આમ આદમી પાર્ટી અહીં પગપેસારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેવામાં આમ આદમી પાર્ટીએ તેના ચર્ચિત ચહેરા અલ્પેશ કથીરિયાને (Alpesh Kathiriya win lose) મેદાને ઉતાર્યા છે. આ બેઠક(Varachha Road Assembly result) પરથી ભાજપના પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ચૂંટણી લડી રહ્યા છે જયારે કોંગ્રેસ તરફથી પ્રફૂલ તોગડિયાને મેદાને ઉતાર્યા છે.
જ્ઞાતિનું સમીકરણ: વરાછા વિધાનસભા બેઠક (Varachha Road Assembly result)પર જાતિ સમીકરણ વરાછા વિધાનસભા બેઠક (Varachha Road Assembly result)ઉપર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો પાટીદાર મતદારોની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળી રહી છે. એટલે કે આ બેઠક(Varachha Road Assembly result) ઉપર પટેલ, પાટીદાર પટેલ, પ્રજાપતિ સમાજ, અને સૌરાષ્ટ્ર- ભાવનગરના ગઢવી સમાજ વધુ રહે છે.
અગાઉની ચૂંટણીના પરિણામ: વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે કુમાર કાનાણી (Varachha Road Assembly result)ને મેદાનમાં ઉતાર્યા હતાં અને કોંગ્રેસે ધીરૂભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતાં. તે સમયે વરાછા વિધાનસભા બેઠક(Varachha Road Assembly result) ઉપર કુલ 1,27,420 મત મળ્યા હતા. તેમાંથી ભાજપના કુમાર કાનાણીને 68,529 મત મળ્યા હતાં તો કૉંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 48,170 મત મળ્યા હતા. એટલે કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભા બેઠક ઉપરથી કુમાર કાનાણી વિજય થયાં હતા. 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર ભાજપે ફરીથી કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા(Varachha Road Assembly result) હતાં. ત્યારે કોંગ્રેસે પણ ધીરુભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતા.