ગાંધીનગર : વર્ષ 2015માં ગુજરાતમાં શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓ અત્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ઉમેદવાર છે, ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો એક મંચ ઉપર પાટીદાર સમાજ માટે લડત આપનારા હાર્દિક પટેલ અને રેસમાં પટેલ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક જ બેઠક ઉપર આમને સામને આવી શકે છે. (Hardik Patel Vs Reshma Patel )
હાર્દિકે કરી ઉમેદવારી: પાટીદાર અનામત આંદોલનના મુખ્ય હાર્દિક પટેલ (Bjp Candidate Hardik Patel) છે, કે જે પહેલા કોંગ્રેસના કાર્ય કાળી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલને વિરમગામ બેઠક ઉપરથી ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે અને હાર્દિક પટેલે નામાંકન પણ કરી દીધું છે, ત્યારે હાર્દિક પટેલની સામે વિરમગામ બેઠક જીતવાનો એક મોટો પડકાર ભાજપ પક્ષે પણ આપ્યો છે.
આપમાંથી રેશમાં પટેલ લડશે ચૂંટણી: ગોંડલ બેઠક ઉપર એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ન થતા રેશમા પટેલે (App Candidate Reshma Patel ) એનસીપી માટે રાજીનામું આપી દીધું છે અને સત્તાવાર રીતે આજે આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યની વિરમગામ બેઠક ઉપર તેઓ હાર્દિક પટેલની સામે જ ઉમેદવારી નોંધાવશે કે બંને પાટીદાર ચહેરાઓ કે જે વર્ષ 2015 પાટીદાર અનામત આંદોલનમાં એક જ મંચ ઉપર જોવા મળતા હતા અને એક જ લાઇન દોરીથી ચાલતા હતા. તેઓ હવે બંને એકબીજાને વિરોધમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સામે આવશે.
કોંગ્રેસની બેઠક: વિરમગામ વિધાનસભા બેઠકો (Viramgam Assembly Election 2022) પરથી કોંગ્રેસ પક્ષે કાંતિલાલ સોમાભાઈ પટેલને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે, ત્યારે ભૂતકાળથી વિરમગામ બેઠક કોંગ્રેસ પક્ષ સાથે જ રહી છે. વિરમગામ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય પક્ષે પાટીદાર સમાજના ચહેરાઓને સ્થાન આપ્યું છે, ત્યારે આ બેઠક મહત્વની સાબિત થશે.