ભાવનગર - ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022 ) ભણકારા વાગી રહ્યા છે તેવામાં રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ત્યારે ETV BHARAT એ પશ્ચિમ વિધાનસભાની મહત્ત્વપૂર્ણ વિગતે વિશ્લેષણ કરીે આપને મહિતગાર કરી રહ્યું છે. આજે ભાવનગર પશ્ચિમ બેઠક (Bhavnagar West Assembly Seat)પર સામાજિક પ્રભુત્વ અને 2012 તેમજ 2017ના પરિણામો અને ઉમેદવારોએ મેળવેલા મત તેમજ મતોની ટકાવારી વિશે આપણે જાણીશું. ભાવનગર 105 વિધાનસભા બેઠક એટલે હાલના શિક્ષણપ્રધાનની (Jitu Vaghani Seat) બેઠક જેનું 2012થી 2017 અને હવે 2022 સુધીની સફર રાજકીય તેમજ સામાજિક પરિબળો વિશે તમને માહિતગાર કરીશું.
પશ્ચિમ 105 વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી -ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક -105 વિધાનસભા બેઠકમાં (Bhavnagar West Assembly Seat)આવેલા વિસ્તારો અને ઓળખ વિશે જાણીએ. 105 વિધાનસભામાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે વર્ષોથી ચિત્રા GIDC પણ આવેલી છે.
બેઠકના નવા સમીકરણો શું? અત્યાર સુધીની ચૂંટણીના પરિણામ-2012ની સ્થિતિ અને મતની ટકાવારી - પશ્ચિમ વિધાનસભા બેઠક 105 (Bhavnagar West Assembly Seat)ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો ભાજપે હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને (Jitu Vaghani Seat)ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પટેલ સમાજના ઉમેદવાર જાહેર કર્યા હતાં. ડો મનસુખ કાનાણી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતાં. આ બેઠક પર પટેલ અથવા ક્ષત્રિય સમાજના (Assembly seat of Bhavnagar West )ઉમેદવારો જીત મેળવતા આવ્યા છે. 2012 પહેલા શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર રહ્યાં હતાં. 2012માં મનસુખભાઇ કોંગ્રેસમાંથી ઉભા રહેતાે 38,691 મત મળ્યા જ્યારે ભાજપના જીતુ વાઘાણીને 92,584 મત મળ્યા હતા. આમ જીતુભાઇએ 53,893 મતોથી જીત મેળવી હતી. જિલ્લાનું મતદાન 2012માં 69.12 ટકા રહ્યું હતું.
બેઠકનું મહત્ત્વ- બેઠકના (Bhavnagar West Assembly Seat)કુલ મતદારો 2,41,893 નોંધાયેલા છે જેમાં 2017ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) 1,51,406 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં જીતુ વાઘાણીને 55.28 ટકા મત અને કોંગ્રેસને 37.33 ટકા મત મળ્યા હતાં. અહીંયા પણ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજના ઉમેદવારોમાં કોંગ્રેસને પરિણામ જોવા મળ્યું હતું પણ હાર થઈ હતી. આ બેઠક પરથી શક્તિસિંહ ગોહિલ હતાં ત્યારે તેમનું કદ મોટું હતું. તેમજ ભાજપે હાલમાં સરકાર બદલતા આ બેઠક પરના જીતુ વાઘાણીને પ્રધાન પદ આપ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) આ બેઠકની હારજીત મહત્ત્વની છે. શિક્ષણપ્રધાનની (Jitu Vaghani Seat) આ બેઠક હંમેશા ચર્ચામાં રહી છે.
બેઠકની ખાસિયત- ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક(Bhavnagar West Assembly Seat) પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતોનું વિભાજન કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે.
2017 વિધાનસભા ચૂંટણી પરિસ્થિતિ- ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Election 2017) 7 બેઠકમાંથી ભાજપ 2017માં 6 મેળવવામાં સફળ રહી હતી. પશ્ચિમ વિધાનસભા 105માં (Bhavnagar West Assembly Seat)2017માં જોઈએ તો ભાજપે ફરી જીતુ વાઘાણી (Jitu Vaghani Seat)ઉપર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે પટેલના બદલે ક્ષત્રિય સમાજના આગેવાન દિલીપસિંહ ગોહિલને (Dilipsinh Gohil Seat ) ટિકીટ આપી હતી. મતદાન બાદ પરિણામ આવતા જીતુ વાઘાણીને 83,701 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56,516 મત મળ્યા હતાં. કોંગ્રેસની સ્થિતિ 2012 કરતા સુધરી હતી. આ બેઠક પર કુલ 62.59 ટકા મતદાન થયું હતું.
રોજગાર વ્યવસાય - ગુજરાત વિધાનસભાની 105 બેઠક (Bhavnagar West Assembly Seat)ઉપર નજર કરવામાં આવે તો મુખ્ય વ્યવસાયમાં બેથી વધારે પ્રકારના વ્યવસાયો છે. યાર્ડમાં મજૂરોને કામ મળી રહે છે. તો ચિત્રા જીઆઈડીસીમાં પણ ઉદ્યોગ હોવાથી શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકોને નોકરીઓ પ્રાપ્ત થયેલી છે. આ સિવાય સૌથી વધુ હીરાના વ્યવસાયમાં લોકો રોજગારી મેળવી રહ્યા છે. બોરતળાવ કુમુદવાડીમાં હીરાના કારખાનાઓમાં મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ઉપાર્જન કરી રહ્યો છે. આ સિવાય કુંભારવાડા વિસ્તારમાં પણ પ્લાસ્ટિકના કારખાનાઓ હોવાથી શ્રમિકોને રોજગારી મળી રહી છે. આમ આ બેઠકની રોજગાર વ્યવસાય માટેની વ્યવસ્થાઓ છે.
લોકોની માગ - પશ્ચિમ વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat)પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની રહેવા પામી છે. વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ વારંવાર વિરોધ કરતી આવી છે. પશ્ચિમમાં મહાનગરપાલિકાના બોરતળાવ વોર્ડના કોંગ્રેસ નગરસેવક જયદીપસિંહ ગોહિલ વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. એ વિસ્તારમાં ફ્લાઈ ઓવરનું કામ ચાલે છે. આથી ડાયવર્ઝન સમસ્યાથી ટ્રાફિક સર્જાય છે. આ સાથે પાણીની પણ સમસ્યા છે. વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ જાય છે. કુંભારવાડા પછાત વિસ્તારમાં માઢિયા રોડ પર ગરીબોના ઘરમાં પાણી ઘૂસી જય છે તો કુંભારવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. સિક્સ લેન રોડ દેસાઈનગરથી અધૂરા ખાધેલા ફળ સમાન બની ગયો છે જેની સમય મર્યાદા વટવા છતાં કામ હજુ પૂર્ણ થયું નથી. નારી ગામ પાસે રેલવે ઓવરબ્રિજ જર્જરિત છે, નવો ફોરલેન રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી.આ તમામ મુદ્દે લોકો ઉમેદવારોનો જવાબ આગામી (Gujarat Assembly Election 2022 ) ચૂંટણીમાં માગશે.