ETV Bharat / assembly-elections

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સરકાર કર્યા પ્રહાર - દિલ્હીના મુખ્યપ્રધાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. આ પહેલા નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહએ (Congress leader Digvijay Singh) સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે અહમ અને અહંકાર રાવણનો પણ નોહતો રહ્યો અને મોદીજી તમારો પણ નહીં રહે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સરકાર કર્યા પ્રહાર

author img

By

Published : Nov 18, 2022, 4:38 PM IST

વડોદરા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહએ (Congress leader Digvijay Singh) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં તેઓએ કહ્યું કે અહમ અને અહંકાર રાવણનો પણ નોહતો રહ્યો અને મોદીજી તમારો પણ નહીં રહે દિગ્વિજયસિંહએ આ કહેતા પ્રહારો કર્યા હતા.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સરકાર કર્યા પ્રહાર

અહમ અને અહંકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) જંગ જામ્યો છે ત્યારે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આજે વડોદરા કોંગ્રેસ સમિતિ (Vadodara Congress Committee) દ્વારા આયોજિત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહમ અને અહંકાર બાબતે નિવેદન આપ્યું હતું. અને અહમ અને અહંકાર રાવણનો પણ નહોતો રહ્યો ત્યારે ગુજરાતમાં પરિવર્તન માટેની હાકલ કરી હતી. સાથે આપ અને AIMIM પાર્ટી ભાજપની બી ટીમ છે તેવી વાત કરી હતી.

સરકાર પર આકરા પ્રહાર આ અંગે નિવેદન આપતા દિગ્વિજયસિંહએ (Congress leader Digvijay Singh) જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. ભાજપાની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી અને AIMIM કામ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં અન્ય પાર્ટીને કોઈ સ્થાન નથી. જેમાં ગુજરાતમાં ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહમ અને અહંકાર રાવણનો પણ નહોતો રહ્યો તો વડાપ્રધાન કહે છે કે ગુજરાત મેં બનાવ્યું છે. વડાપ્રધાને ગુજરાતની અસ્મિતા સાથે અન્યાય કર્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ લોકપાલના ગઠનની વાત કરતા હતા આજે ભ્રષ્ટાચારની મુક્તિની વાતો કરતા કેજરીવાલ એક પણ વ્યક્તિ ઉપર કાર્યવાહી નથી કરી.

ખાનગીકરણ થયું સાથે જ તેઓએ જણાવ્યું હતું કે મોરબીની દુર્ઘટના ગુજરાત માટે એક મોટું પ્રમાણ છે. ગુજરાતમાં આ ઘટનાને લઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. આ સરકારમાં કોઈ નિયમ કોઈ કાનૂનના કોઈ સંવિધાન દેખાતું નથી. આ વિસ્તારથી નજીક ભાજપની મિટિંગ ચાલતી હોવા છતાં પણ તે લોકલ લોકોએ રેસ્ક્યુ કર્યું પણ પોલીસનો એક પણ જવાબ પહોંચ્યો ન હતો. સરકાર જૂઠું બોલી રહી છે કે એસ આઈ ટી ની રચના કરી છે,પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન જારી નથી કરી. એક સમયે વડોદરા ટેક્સટાઇલ માટે જાણીતો હતો અને અત્યારે ડ્રગ્સના મેન્યુફેક્ચર માટે જાણીતો થયો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ના કારણે દુર્ઘટનાઓ બની રહી છે. સરકારી જમીન અને હોસ્પિટલોમાં ખાનગીકરણ થયું છે. અને ગુજરાતમાં ભાજપની સરકાર ગરીબોને કુચડી રહી છે તેવા આકરા પ્રહારો કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.