ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ ( First Phase poll ) યોજવાની છે ત્યારે 29 નવેમ્બરથી સાંજે પાંચ કલાકથી 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠક પર સંપૂર્ણ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ દ્વારા તમામ આખરી તૈયારીઓ કરી ( Arrangements of Election Commission) દેવામાં આવી છે એ બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ ( P Bharti ) જણાવ્યું હતું કે 29 નવેમ્બર થી સાંજે 5 કલાક થી સંપૂર્ણ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ અને અને 38,749 VVPAT મશીનનો ઉપયોગ થશે.
19 જિલ્લાની 89 બેઠક પર મતદાન રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતી ( P Bharti ) એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠક કે જે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ અંતર્ગત 89 બેઠક પર 25,430 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો છે.
788 ઉમેદવારો મેદાનમાં પી ભારતી ( P Bharti ) એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે ઉમેદવાર પૈકી 718 પુરૂષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવાર છે જ્યારે પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો આમને સામને છે. જ્યારે મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.
2.39 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાની 89 બેઠક ચૂંટણીમાં કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ મતદારો પૈકી 1,24,33,362 પુરૂષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો નોંધાયા છે. જ્યાર 18થી 19 વર્ષની વયના કુલ 5,75,560 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. સીનીયર સીટીઝનની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં 99 વર્ષથી વધુ વય ધરાવતા 4945 મતદાર પણ મતદાન કરશે. જ્યારે ક્ચ્છ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 163 જેટલા NRI/NRG મતદાન કરવા ગુજરાત પહોંચ્યા છે. જેમક 125 પુરુષ અને 38 જેટલી NRI/NRG મહિલાઓનો સામાવેશ થાય છે.
કેટલા વિશિષ્ટ મતદાન મથકો પી ભારતી ( P Bharti ) એ વધુમાં જણાવ્યું હતું કે મતદાન મથક સ્થળો કુલ 14,382 છે. જેમાં 3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં છે. જ્યારે વિશિષ્ટ મતદાન મથકોમાં 89 મોડલ મતદાન મથકો, 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 611 સખી મતદાન મથકો, 18 યુવા સંચાલિત મતદાન મથકો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેવી હશે સુરક્ષા વ્યવસ્થા સુરક્ષાની વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કુલ 16,500 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથક તરીકે ગણવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ 5000 થી વધુ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથક તરીકે ગણવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જેમાં મતદાન મથકની 100 મીટરની રેન્જમાં પોલીસના 10 જેટલા જવાનો ઉપરાંત ડીવાયએસપી એસપી કક્ષાના અધિકારીઓની ગણતરીના કલાકોમાં મતદાન મથક પર સતત રાઉન્ડ, 50 થી વધુ જનરલ ઓબ્ઝર્વર, 20 જેટલા પોલીસ ઓબ્ઝર્વર સહિત 50,000 થી વધુ પોલીસ કર્મચારીઓ, BSF અને CRPF ના જવાનો પ્રથમ તબક્કામાં હાજર રહેશે. જ્યારે મતદાન સ્ટાફની વાત કરવામાં આવે તો કુલ 1,06,963 કર્મચારી અને અધિકારી સહિત 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફનો સમાવેશ થાય છે.