ETV Bharat / assembly-elections

અમદાવાદમાં 21 બેઠકમાંથી 6 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત - રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ ગણાતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણીમાં ભારે કારમી હાર જોવા મળી છે, ત્યારે અમદાવાદ શહેરમાં 21 બેઠકો પૈકી કોંગ્રેસના ઉમેદવારોને એટલા પણ મત નથી મળ્યા કે અમદાવાદમાંથી છ લોકોની ડિપોઝિટ જપ્ત (Deposits of Congress candidates seized) કરવામાં આવી છે.

અમદાવાદમાં 21 બેઠકમાંથી 6 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

author img

By

Published : Dec 9, 2022, 6:05 PM IST

Updated : Dec 9, 2022, 7:50 PM IST

અમદાવાદ: કોંગ્રેસે એવી હારનો સામનો કરવો પડ્યો છે કે, કોંગ્રેસ પોતાના ઉમેદવારોની ડિપોઝિટ પણ બચાવી શકી નથી. જેમાં ગુજરાતમાં 182 માંથી કોંગ્રેસના 44 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Deposits of Congress candidates seized) થઈ ચૂકી છે. ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા છે કે, ઉમેદવારી વખતે ભરવામાં આવેલી ડિપોઝિટ પણ તેઓ બચાવી શક્યા નથી.

ક્યાથી ન મળી ડિપોઝિટ: રાજકોટમાં જ્યાં રાહુલ ગાંધીએ સભા કરી હતી તેની અસર પણ લોકોમાં થઈ નથી અને રાજકોટમાંથી પણ કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝિટ (Congress candidates Deposits seized in rajkot) બચાવી શક્યા નથી. અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર પણ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ સભા કરી હતી, અમદાવાદમાં કુલ છ લોકોએ પોતાની ડિપોઝિટ ગુમાવી પડી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાંથી ઘાટલોડીયા થી અમીબેન યાજ્ઞિક, સાબરમતી થી દિનેશસિંહ મહિડા, નરોડા થી મેઘરાજ દોડવાણી એલિસ બ્રિજથી ભીખુભાઈ દવે ,નારણપુરા સોનલબેન પટેલ આટલા ઉમેદવારો પોતાની ડીપોઝીટ (Congress candidates Deposits seized in ahmadabad) બચાવી શક્યા નથી.

બે જ સીટ પોતાના નામે કરી શક્યા: કોંગ્રેસના પ્રચારની વાત કરીએ તો, અમદાવાદમાં કોંગ્રેસમાંથી મોટા-મોટા નેતાઓ આવ્યા તો ખરા પરંતુ તેઓ માત્ર પ્રેસ કોન્ફરન્સ જ કરતા રહ્યા જનતાની વચ્ચે જવાની તેમને તસ્દી લીધી ન હતી, જેથી લોકોમાં કોંગ્રેસનો પ્રચાર જેટલો પહોંચવો જોઈએ તેટલો પહોંચી શક્યો ન હતો. કનૈયાકુમાર, અશોક ગહેલોત, સચિનભાઈ જેવા નેતાઓ આવ્યા તેમ છતાં પણ કોંગ્રેસ અમદાવાદમાં માત્ર બે જ સીટ પોતાના નામે કરી શકી છે.

Last Updated : Dec 9, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.