અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ભાજપના ભવ્ય વિજય સાથે જુના દરેક રેકોર્ડ ભાજપે તોડી નાખ્યા છે. જો કે 2022 વિધાનસભા ચૂંટણીનું પરિણામ (gujarat assembly election results) ભાજપનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપે આ વખતે સૌથી બધું સીટ જીતવાનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે સૌથી વધુ વોટ શેર મેળવવાનો રેકોર્ડ હજુ માધવસિંહ સોલંકીના નામે જ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપને માત્ર 99 બેઠકોથી સંતોષ મેળવવો પડ્યો હતો.
2002 બાદ પહેલી વખત બેઠકોમાં વધારો: 1985માં ભાજપને 11 જેટલી બેઠકો મળી હતી જો કે ત્યારબાદ ભાજપની બેઠકો અને વોટ શેરમાં ધરખમ વધારો થયો હતો. 1990માં ભાજપની 56 બેઠકો અને વોટ શેરમાં 11.73 ટકાનો વધારો થયો હતો.જો કે ત્યારબાદ 1995માં ભાજપની સરકાર ગુજરાતમાં બની હતી.ત્યારબાદ ભાજપની સરકારની ગુજરાતમાં સ્થિરતા આવી હતી. 2002માં થયેલા ગોધરાકાંડ બાદ ચોંકાવનારી રીતે ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. 2002,2007,2012 અને 2017માં ભાજપને અનુક્રમે 127,117,115 અને 99 જેટલી બેઠકો ભાજપના ફાળે આવી હતી.
2017માં ભાજપ ડબલ ફિગરમાં પહોંચી: સરકાર બન્યા બાદ ભાજપનું ગુજરાતમાં સૌથી ખરાબ પ્રદર્શન ગત વિધાનસભા ચૂંટણી વખતે જોવા મળ્યું હતું. ભાજપને 2017 વિધાનસભા ચૂંટણી (gujarat assembly election results) વખતે માત્ર 99 વિધાનસભા બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 2017 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર અને દલિત આંદોલન ખુબ મોટા પાયે થયું હતું. તેની અસર વિધાનસભા ચૂંટણીમાં પણ જોવ મળી હતી અને ભાજપને ખુબ મોટું નુકસાન થયું હતું.
1985માં ભાજપના માત્ર 11 ધારાસભ્યો ચૂંટાયા હતા: હાલ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભલે 156 જેટલી બેઠકો (Bjp seats from 1995 to 2022) મળી હોય, પરંતુ 1985માં ભાજપને (જનસંઘ)માત્ર 11 બેઠકો મળી હતી. તે સમયે પણ વિધાનસભામાં વિરોધપક્ષનો દાવો કરી શકાય તેટલી બેઠક પર વિપક્ષ જીતી શક્યું ન હતું. જો કે માધવસિંહ સોલંકી સરકારે નેતા વિપક્ષનું સ્થાન આપ્યું હતું.ગુજરાતમાં ભાજપની સરકાર 1995થી સ્થિર છે માત્ર 2017 વિધાનસભા ચૂંટણીમાં (gujarat assembly election results) ભાજપને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જો કે 1985માં ભાજપના 63 ધારાસભ્ય ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઈ હતી. જો કે છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીથી ભાજપના એક પણ ઉમેદવારની જમાનત જપ્ત થઇ નથી. આ વખતે કોંગ્રેસના 41 ઉમેદવારોની જમાનત જપ્ત થઇ છે.