અમદાવાદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા જેમને સતત 10 વખત ચૂંટણી લડીને જીત હાંસિલ કરી છે. તેમને આજે કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું આપ્યું છે(Congress leader Mohan Singh Rathwa resigned). ત્યારબાદ તેમને કમલમ્ ખાતે સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા છે(Congress leader Mohan Singh Rathwa joined BJP). તેમની સાથે તેમના પુત્ર રાજૂ રાઠવા અનેક નેતાઓએ પણ કેસરીયો ધારણ કર્યો હતો. મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય આજે મને જોવાનો અવસર મળ્યો છે, તે મારૂ સદ્ભાગ્ય છે. કોંગ્રેસ પાર્ટી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું, તેમ છતા સમય બળવાન હોવાના કારણે મેં કોંગ્રેસ પાર્ટી છોડી છે.'
![છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાનું રાજીનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16870156_1.jpeg)
PM નરેન્દ્ર મોદી સાથે મારી લાગણી : મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, 'આવનારા દિવસોમાં વિકાસની હરણફાળ ભારતીય જનતા પાર્ટીની સરકાર વધુ તેજ ગતિથી કરવા જઇ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી લાગણી અને વિશ્વાસ જોડાયેલ છે અને તેના કારણે જ હું આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છું. મારે કોઇ સાથે અણબનાવ કે કોઇની સાથે વિરોધ નથી, પરંતુ તાજેતરમાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના અમલી કરી છે, તેનાથી હું પ્રભાવીત થયો છું. મને કોંગ્રેસ દ્વારા ટીકીટ આપવાની નથી તેવું કહેવામાં આવેલ નથી. તેમ છતાં મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવાનું મન બનાવી લીધેલ હોવાથી હું મારા બંન્ને પુત્રો અને સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. મારી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી મારે કોઇ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા નથી.
![છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16870156_2.jpeg)
10 વખત બન્યા ધારાસભ્ય: છોટાઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આજે એકાએક કોંગ્રેસના ધારાસભ્ય અને સભ્યપદ પરથી રાજીનામું (Mohan Singh Rathwa quit from the congress) આપીને તાબડતોબ ભાજપમાં જોડાઈ ગયા છે. મોહનસિંહ રાઠવા છોટાઉેદેપુરમાંથી 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અને આજે તેમણે રાજીનામુ આપી દીધું છે, અને તેઓ ભાજપમાં જોડાયા છે.