સુરત સુરત શહેરમાં 12 વિધાનસભા બેઠકો છે એમાં તમામ બેઠકો ઉપર ભાજપ છે. એમાં મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat )ની વાત કરવામાં આવે તો છેલ્લા 13 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં આ બેઠક ઉપરથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ( Harsh Sanghvi )ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્માને ( PVS Sharma )ટિકિટ આપવામાં આવી છે. PVS શર્માએ પણ છેલ્લા દસ વર્ષથી ભાજપ સાથે કામ કર્યું હતું અને તેઓ હવે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેને લઇને આ બેઠક બિગ ફાઈટ સીટ ( Big Fight Seat ) બની ગઇ છે.
ભાજપની જીતની શક્યતા પીવીએસ શર્મા ( PVS Sharma ) રિટાયર ઇન્કમટેક્સ ઓફિસર છે. મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat )થી કોંગ્રેસે બળવંત શાંતિલાલ જૈનને મેદાનમાં ઉતાર્યા છે. તે ઉપરાંત આ બેઠક ઉપર કુલ ચાર કોર્પોરેટરો છે. જે ચારે ભાજપમાંથી જ આવે છે. જેથી આ વખતે પણ આ બેઠક ઉપર ભાજપ જ વિજય મેળવશે એવું અનુમાન લગાવી શકાય છે.
સંઘવીને ત્રીજીવાર ટિકિટ ભાજપમાંથી હર્ષ સંઘવી ( Harsh Sanghvi )ને ત્રીજી વખત ટિકિટ મળી છે. હર્ષ સંઘવી છેલ્લા દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat )થી ધારાસભ્ય પદ ઉપર છે. તેઓ છેલ્લા બાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તે પહેલા તેઓ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતાં. આજે તેઓ રાજ્યના ગૃહપ્રધાન પદ પર છે. તેમનો પરિવાર હીરા વેપાર સાથે સંકળાયેલો છે. તેમની પત્ની પણ બિઝનેસ કરે છે. તે ઉપરાંત તેઓ ઘણા બધા સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે.
આપના ઉમેદવાર પીવીએસ શર્મા AAP આમ આદમી પાર્ટી આ બેઠક ઉપરથી ઉમેદવાર PVS શર્મા ( PVS Sharma )1992માં આઈટી ઇન્સ્પેક્ટર તરીકે સુરતમાં ટ્રાન્સફર થયા હતાં. 15 વર્ષ પછી 2007માં તેઓ સીએમ નરેન્દ્ર મોદીની ભાજપમાં જોડાયા હતાં. તેમણે પોતાની નોકરીમાંથી નિવૃત્તિ લઈ રાજકારણમાં આવ્યાં અને કોર્પોરેટર તરીકે પણ ચૂંટાયા હતા. સુરત મહાનગર પ્રમુખ સહિત વિવિધ મુદ્દાઓ સાંભળ્યા હતાં. રાજ્ય સરકારને નેતૃત્વ દ્વારા દુર્વ્યવહાર અને બદલા લેવાનો આક્ષેપ કરીને ભાજપ છોડી દીધું હતું. ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન કોગ્રેસે આ વિસ્તારમાંથી કોંગ્રેસે બળવંત શાંતિલાલ જૈનને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ મૂળ ઉદયપુર રાજસ્થાનના છે. તેઓ કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા 25 વર્ષોથી છે. તેઓ પોતે ટેક્સટાઇલ વેપારી પણ છે. ઘણા બધા સામાજિક કાર્યો કરતા રહે છે અને આ વખતે પાર્ટી તેમને પહેલી વખત મજૂરા વિધાનસભાની બેઠક ( Majura Assembly Seat )ઉપરથી ટિકિટ આપી છે.
અગાઉની ચૂંટણીમાં પરિણામ 2017માં પણ ભાજપે હર્ષ સંઘવી ( Harsh Sanghvi )ને મેદાનમાં ઉતાર્યા હતાં તો બીજી બાજુ કોંગ્રેસે અશોક કોઠારીને મેદાનમાં ઉતાર્યા હતાં. આ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 152303 મતદાન થયું હતું. એમાંથી ભાજપના હર્ષ સંઘવીને 116741 મત મળ્યા હતાં ત્યારે બીજી બાજુ કોંગ્રેસના અશોક કોઠારીને 30914 મત મળ્યા હતાં. એટલે કે, 2017 માં મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat )ઉપર હર્ષ સંઘવીનો વિજય થયો હતો. જ્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 2012ની વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમ વખત ભાજપે હર્ષ સંઘવીને મેદાનમાં ઉતાર્યા હતા તો કોંગ્રેસે દલપતરાજ જૈનને મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે આ વિધાનસભાની બેઠક ઉપર કુલ 140849 મતદાન થયું હતું. એમાં ી ભાજપના હર્ષ સંઘવીને 103577 મત મળ્યા હતાં. કોંગ્રેસના દલપતરાજ જૈનને 32021 મત મળ્યા હતાં. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભાની બેઠક ઉપરથી હર્ષ સંઘવી વિજયી થયાં હતાં.
મજૂરા વિધાનસભા બેઠક પર મતદાર સંખ્યા હાલ 2022ની મજૂરા વિધાનસભા બેઠક( Majura Assembly Seat )માં કુલ 278556 મતદારો છે. એમાંથી પુરુષ મતદારોની સંખ્યા કુલ 151494 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 127053 છે. અન્ય 9 મતદારો છે. આ વિસ્તારમાં સુરતી, ઘાંચી, જૈન, રાજસ્થાની સમાજ, તથા વિશ્વની સૌથી મોટા કાપડબજારના વેપારી મુખ્યત્વે આ વિસ્તારમાં જ રહે છે.