વડોદરા: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને વડોદરાના ગેંડી ગેટ ખાતે રોડ શો (Bhagwant Maan road show in Vadodara ) કર્યો હતો. આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના સમર્થકો જોડાયા હતા. ભગવંત માને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર સુરતમાં રોડ શોમાં થયેલ પથ્થરમારો ભાજપની હારના સંકેત છે, તેઓ ગુંડાગીરી કરે છે. ભાજપમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
ગુજરાતમાં આપની સરકાર: ભગવંત માને જણાવ્યું હતું કે, ગુજરાતમાં (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટી સરકાર આવશે. ભાજપના 27 વર્ષના શાસનનો અંત આવશે. 8 ડિસેમ્બરે ગુજરાતમાં નવો સુરજ ઉગશે. લોકો જીતશે, નેતાઓ હારશે. ભાજપે જે પ્રજાલક્ષી લાભો નથી આપ્યા, તે આમ આદમી પાર્ટી આપશે.
મોદી-મોદીના નારા: જો કે, આજ વડોદરા રોડ શો દરમિયાન ભગવંત માનના રોડ શોમાં મોદી-મોદીના નારા લાગ્યા (Modi Modi slogans in Bhagwant Maan road show) હતા. તો સામે AAPના કાર્યકરોએ કેજરીવાલ કેજરીવાલના નારા પણ લગાવ્યા હતા. આ ત્રીજી વખત છે જ્યારે ભગવંત માનના રોડ શોમાં મોદી-મોદીના નારા લાગ્યા હોય અગોઉ સુરત અને રાજકોટમાં આવી જ ઘટના બનવા પામી હતી.
સુરતમાં બબાલ : અગાઉ સુરતમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના સુપ્રીમો કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો યોજાવવાનો હતો. રોડ શો પહેલાં જ શહેરના ભગતસિંહ ચોક પાસે આપ અને ભાજપના કાર્યકરો આમનેસામને આવી ગયા હતા. કેજરીવાલનો રોડ શો ચાલતો હતો, ત્યારે પણ બબાલ થઈ હતી. જેને કારણે કેજરીવાલ અને ભગવંત માને રોડ શો અધૂરો મૂક્યો હતો અને હોટેલ જવા માટે રવાના થયા હતા.