અમદાવાદ ચૂંટણીને હવે થોડા દિવસની વાર છે ત્યારે પાર્ટીઓ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરજમાં રાખવા આવેલા હોમગાર્ડને લઈને આક્ષેપ ( Allegations against Home Guard Commandant )કરવામાં આવ્યા છે. રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા કમાન્ડન્ટને વિધાનસભાની ચૂંટણી માટે ફરજ પર રાખવામાં આવ્યા છે. તેને લઈને કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે 39 હોમગાર્ડ કમાન્ડન્ટ અલગ અલગ જિલ્લા અને શહેરમાં ફરજ બજાવે છે. જેમાં 36 જેટલા કમાન્ડન્ટ માત્ર ભાજપ સાથે સંકળાયેલા છે.
કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા આ મામલે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગંભીર આક્ષેપ ( Congress Spokesperson Parthivarajsinh Kathawadia ) કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના જે કમાન્ડન્ટ છે એમાં 39 શહેરના જિલ્લા અને શહેરમાં કમાન્ડન્ટમાંથી માત્ર ચાર કે પાંચ પોલીસ ખાતાના ડીવાયએસપી અથવા તો એસપી કક્ષાના અધિકારી છે. બાકીના બીજા બધા જ લોકો જે છે જે કમાન્ડન્ટનો હોદ્દો ભોગવી રહ્યા છે તે સીધી રીતે ભાજપ સાથે સંકળાયેલા ( Allegations against Home Guard Commandant )છે. કમાન્ડન્ટ ભાજપ સાથે સંકળાયેલા છે એના પુરાવા પણ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતાં. ઘણા બધા કમાન્ડન્ટના ફોટા ભાજપના નેતા જોડે, ભાજપના ખેસ પહેરેલાં દેખાઇ આવે છે.
ચૂંટણી પંચ સમક્ષ માંગ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહે ( Congress Spokesperson Parthivarajsinh Kathawadia )વધુમાં જણાવ્યું હતું કે આજે પણ તેમને વીથ ડ્રો કરવામાં આવ્યા નથી. ત્યારે અમારી ચૂંટણી પંચ સમક્ષ માંગ ( Letter to Election Commission ) છે કે જ્યારે 40,000 આશરે હોમગાર્ડકર્મીઓ ગુજરાતમાં સેવા આપી રહ્યા હોય તેમના કમાન્ડન્ટ સીધી રીતે ભાજપ અથવા આર.એસ સાથે જોડાયેલા હોય તો આ 70,000 મતોને આ કમાડન્ટ પ્રભાવિત કરી શકે છે. એમને ધાકધમકી કે ગમે તે રીતે દબાણ કરીને મતદાન કરાવી શકે એની પૂરેપૂરી શક્યતા ( Allegations against Home Guard Commandant ) છે.
ચૂંટણી પંચને પત્ર આ બાબતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર ( Letter to Election Commission ) લખવામાં આવ્યો છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે આ લોકોને તાત્કાલિક આ પદથી દૂર કરવા ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે અને પોસ્ટલ બેલેટથી જે વોટિંગ થાય તેનું પણ મોનિટરિંગ કરવામાં આવે. બોગસ વોટીંગ ( Allegations against Home Guard Commandant ) ન થાય તેના માટે ચૂંટણી પંચ આ બાબતે ખાસ ધ્યાન રાખે તેવી અમે ( Congress Spokesperson Parthivarajsinh Kathawadia ) અપીલ કરીએ છીએ.