ETV Bharat / assembly-elections

AAPનું ઝાડુ પરિણામ બાદ કચરા પેટીમાં પડેલું મળશે, મહારાષ્ટ્રના ધારાસભ્યનો કટાક્ષ - ધરમપુર વિધાનસભા બેઠક

ધરમપુરમાં (Dharampur assembly seat) પ્રચાર માટે આવેલા મહારાષ્ટ્રના દહીસરના મહિલા ધારાસભ્ય આમ આદમી પાર્ટી ઉપર કટાક્ષ કરતાં કહ્યું કે પરિણામ બાદ આમ આદમી પાર્ટીનું ઝાડુ કોઈ કચરાપેટીમાંથી મળી આવશે(Aam Aadmi Party will be seen lying in a dustbin). ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નવ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જંગ લડી રહ્યા છે.આમ આદમી પાર્ટી ભલે ગુજરાતમાં વીજળી અને શિક્ષણ મફત આપવાની વાત કરે પરંતુ ભારતીય જનતા પાર્ટી અગાઉથી આરોગ્ય શિક્ષણ અને ખેડૂતો માટે વિવિધ યોજનાઓ નિશુલ્ક આપી રહી છે

AAPનું ઝાડુ પરિણામ બાદ કચરા પેટીમાં પડેલું મળશે
aaps-sweep-will-be-found-lying-in-the-dustbin-after-the-result-quips-maharashtra-mla
author img

By

Published : Nov 23, 2022, 12:39 PM IST

ધરમપુર: ધરમપુર વિધાનસભા બેઠક (Dharampur assembly seat) ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે. નવ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જંગ લડી રહ્યા છે ત્યારે દરેક ઉમેદવાર દ્વારા પોતાના વિસ્તારમાં રાત્રિ સભાઓ અને ઓટલા બેઠકોનું (OTLA BETHAK) આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક પ્રચારકો પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે. ગઈકાલે મહારાષ્ટ્રના દેહિસર વિસ્તારના મહિલા ધારાસભ્ય મનીષા તાઈ (Manisha Tai, a woman MLA from Dehisar area of ​​Maharashtra) પ્રચાર અર્થે આવ્યા હતા. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ પટેલના (Arvind patel BJP candidate) પ્રચાર અર્થે (campaign for Bharatiya Janata Party) આવેલા ધારાસભ્યએ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરતા જણાવ્યું કે ગુજરાતની જનતા તેઓને સ્વીકારશે નહીં અને પરિણામના દિવસે આમ આદમી પાર્ટીનું ઝાડુ કોઈ કચરાપેટીમાં પડેલું જોવા મળશે (Aam Aadmi Party will be seen lying in a dustbin).

મહારાષ્ટ્રના ધારાસભ્યનો કટાક્ષ

ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ નિઃશુલ્ક: મહારાષ્ટ્રથી પ્રચાર અર્થે આવેલા મહિલા ધારાસભ્ય જણાવ્યું કે આમ આદમી પાર્ટી ભલે ગુજરાતમાં વીજળી અને શિક્ષણ મફત આપવાની વાત કરે પરંતુ ભારતીય જનતા પાર્ટી અગાઉથી આરોગ્ય શિક્ષણ અને ખેડૂતો માટે વિવિધ યોજનાઓ નિશુલ્ક આપી રહી છે. સાથે જ ભૂમિ પુત્રોને સ્વાવલંબી બનવા અને આત્મનિર્ભર બનવા માટેની તક આપી રહી છે જેથી કરીને તેમણે અન્ય કોઈ પાર્ટી પાસે પોતાના હાથ લાંબા કરવા પડે.પાછલી ટર્મમાં ધરમપુર વિધાનસભા બેઠક ઉપર અરવિંદભાઈ પટેલ દ્વારા રોડ રસ્તા પાણી સહિતના અનેક વિકાસના કાર્યો કર્યા છે. તેમજ તેઓ દરેક સમાજની પડખે પણ રહ્યા છે.

ઓટલા બેઠક: ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પ્રચાર કાર્ય જોરશોર થી ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના દેહીસરથી આવેલા ધારાસભ્ય મનીષા ગાવીંત દ્વારા ધરમપુરના 10 જેટલા ગામોમાં પ્રચાર અને ઓટલા બેઠક સંબોધી હતી જેમાં માકડબન ખાતે તેમણે મતદારોને રિઝવવા માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસ યાત્રાની સમગ્ર માહિતી આપી હતી અને આગામી ચૂંટણીમાં અરવિંદભાઈ પટેલને સહયોગ કરવા માટે પણ અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.