અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ બનીને જોરશોરથી પ્રચાર કરીને ચૂંટણી લડી રહ્યો છે. શા માટે આમ આદમી પાર્ટી ગુજરાતની ગાદી હાંસલ કરવા માંગે છે. આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટી બનવું ( AAP Strategy To Be a National Party) છે? 2024ની લોકસભાની ચૂંટણી લડવા માટેની તૈયારી છે? આમ આદમી પાર્ટી એક જ ચૂંટણી ચિહ્ન સાથે આખા ભારત દેશમાં ચૂંટણી લડી શકે? નેશનલ પાર્ટી બનવા શું કરવું પડે? આ તમામ સવાલના જવાબ આ રહ્યો.
ત્રણ મહિનાથી દિલ્હીના નેતાઓએ પ્રચાર કર્યો આમ આદમી પાર્ટીએ ગુજરાતની ગાદી મેળવવા છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીના નેતાઓએ પ્રચાર કર્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ( Delhi CM Arvind Kejriwal ) અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તેમજ સાંસદ કે જેમને ગુજરાતના પ્રદેશ પ્રભારી બનાવ્યા છે તે રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં જ રોકાઈ ગયા છે અને તેઓ રોડ શો, જાહેરસભા, મીડિયા શો કરી અને બહોળો પ્રચાર કર્યો છે. શું કારણ ( AAP Strategy To Be a National Party)હોઈ શકે? આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) પછી નેશનલ પાર્ટી બની જશે?
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી લડી કહેવાશે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ પછી હવે હિમાચલપ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) લડી રહી છે. એટલે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી લડવાની શરત ( AAP Strategy To Be a National Party) પૂર્ણ થશે. બીજી શરત એ છે કે 6 ટકા વોટ શેર મેળવવો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 6 ટકા વોટ શેર મેળવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે અને આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
6 ટકા વોટ શેર મેળવવો પડે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય(નેશનલ) પક્ષ બનવું હોય તો તેણે વિધાનસભાની ચૂંટણીમાં 6 ટકા વોટ શેર મેળવવો પડે. અથવા લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 4 કે તેથી વધુ બેઠક જીતવી પડે. અથવા લોકસભા સામાન્ય ચૂંટણીમાં 2 ટકા વોટ શેર મેળવવો પડે. તેમજ પ્રાદેશિક પક્ષ તરીકે તણે ચાર રાજ્યોમાં ચૂંટણી લડી હોવી જોઈએ. જો આ શરતો પૂર્ણ થાય તો આમ આદમી પાર્ટી રાજકીય રીતે રાષ્ટ્રીય પક્ષ ( AAP Strategy To Be a National Party) બની જાય છે.
કેટલા ટકા વોટ મેળવ્યા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 53.82 ટકા વોટ મેળવ્યા હતા. પંજાબમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 52.32 ટકા વોટ મેળવ્યા હતા. 2019ની લોકસભામાં પંજાબમાં આમ આદમી પાર્ટીને 7.46 ટકા વોટ મળ્યા હતા. ભારતમાં 2019 લોકસભાની વાત કરવામાં આવે તો આપને ટોટલ 07.45 ટકા વોટ મળ્યા હતા. આપને નેશનલ પાર્ટી બનવા માટે હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાત પર સૌની નજર રહેશે. જો આ બન્ને રાજ્યમાં 06 ટકા કરતા વધારે મત મળશે તો, નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવી શકશે.
દિલ્હીમાં ભવ્ય જીત આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડીને કુલ 70 બેઠકોમાંથી 28 બેઠક જીત મેળવી હતી. 2015માં કુલ 70 બેઠકોમાંથી 67 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરી હતી. તેમજ 2020માં 70માંથી 62 બેઠક પર વિજય હાંસલ કરી હતી.
પંજાબમાં અણધાર્યુ પરિણામ મેળવી સરકાર બનાવી આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 2017માં કુલ 112 બેઠકોમાંથી 20 બેઠક પર જીત મેળવી હતી. અને 2022માં કુલ 117 બેઠકોમાંથી 92 બેઠકો પર ભવ્ય જીત મેળવીને સરકાર બનાવી હતી.
લોકસભામાં પણ એન્ટ્રી કરી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પરફોર્મન્સ પર નજર કરીએ તો 2014માં લોકસભાની કુલ 432 બેઠકમાંથી 4 બેઠક જીત મેળવી હતી. તેમજ 2019માં 35 બેઠકમાંથી 1 બેઠક પર જીત મેળવી હતી.
6 ટકા વોટ શેર મેળવેવો અઘરો છે હરેશ ઝાલા સીનીયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા ( Political analyst Haresh Jhala ) એ ETV Bharat ને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) આમ આદમી પાર્ટીને 6 ટકા વોટ શેર મેળવવો અઘરો નથી, પણ સહેલોય નથી. આમ આદમીએ ચૂંટણી પ્રચારમાં ફ્રી આપવાના નામે હવા બનાવી છે. પરિવર્તનના નામે પ્રચાર કર્યો છે. એક મોકો કેજરીવાલને કહીને માહોલ ઉભો કર્યો છે. પણ છેલ્લે મતદારને પોલીંગ બુથ સુધી લાવીને આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કરાવવું પડે. જો કે હાલ હવા છે, પણ વેવ નથી. આ સંજોગોમાં 6 ટકા વોટ શેર હાંસલ કરવો મુશ્કેલ છે. આમ આદમી પાર્ટી પાસે એવા સશક્ત કહી શકાય તેવા બાહુબલી ઉમેદવારો ખૂબ ગણ્યાગાંઠ્યા છે કે જે મતોને તેમની તરફેણમાં લાવી શકે.
વિશ્લેષકનું મંતવ્ય વિશ્લેષક અભય કુમાર માને છે કે, કેજરીવાલ તેમની શ્રેષ્ઠ સફળ નીતિ એટલે કે શિક્ષણ નીતિ સાથે ગુજરાત ગયા છે. તેમની પાસે એજન્ડા અને વિઝન બંને છે અને આના કારણે તેઓ ગુજરાતમાં ભાજપ સાથે સીધી લડાઈમાં ઉતર્યા છે. ભાજપ સામે તેમની જીત મુશ્કેલ દેખાઈ રહી છે, પરંતુ કેજરીવાલ હાલમાં ગુજરાતમાં 6 ટકા વોટ અને બે બેઠકો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો તેમને ગોવા, દિલ્હી અને પંજાબ પછી ગુજરાતમાં આટલા મતો મળશે તો તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે. તે તેમના માટે તે સમય માટે મોટી ઉપલબ્ધિ હશે કે તેઓ રચનાના દસ વર્ષ પછી જ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરશે.
સપ્ટેમ્બરમાં વેવ હતો હરેશભાઈ ( Political analyst Haresh Jhala ) એ વધુમાં ઉમેર્યું હતું કે 1990માં ચીમનભાઈ પટેલની આગેવાનીમાં જનતાદળ 147 બેઠકો પર ચૂંટણી લડીને 29 ટકા વોટ શેર મેળવ્યો હતો. જ્યારે 1995માં ચીમનભાઈ પટેલના અવસાન પછી 115 બેઠક પર ચૂંટણી લડીને માત્ર 2.82 ટકા વોટ શેર મેળવ્યો હતો. 115 ઉમેદવારોમાંથી 109 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. આ દાખલાથી સમજાશે કે વોટ શેર મેળવવો અઘરો છે. હા આમ આદમી પાર્ટીએ સપ્ટેમ્બરમાં જે વેવ બનાવ્યો હતો તે ટેમ્પો અત્યાર સુધી જાળવી રાખ્યો હોત તો વાત કંઈક જૂદી હોત.
કેજરીવાલ સ્ટ્રેટેજિકલી આગળ વધી રહ્યા છે પાલા વરુ રાજકીય વિશ્લેષક પાલા વરુએ ( Political analyst Pala Varu ) ETV Bharatને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ એકદમ સ્ટ્રેટેજિકલી ( AAP Strategy To Be a National Party) આગળ વધી રહ્યા છે. દિલ્હી, પંજાબ, ગોવા, હિમાચલ અને હવે ગુજરાત ( Gujarat Assembly Election 2022 ) જેવા નાના રાજ્યો પર ફોક્સ કર્યું છે. વોટ શેર ત્યાં સરળતાથી હાંસલ કરી શકાય. યુપી અને એમપીમાં તેમણે ધ્યાન ન આપ્યું. 6 ટકા વોટ શેર હાંસલ થશે તો તે રાષ્ટ્રીય પાર્ટી બનશે અને તેને કારણે તેને 2024ના લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લાભ થશે અને તેને લક્ષ્યમાં રાખીને આગળ વધી રહ્યા છે. એક રાષ્ટ્રીય પક્ષ તરીકે તે પીએમ મોદીને ચેલેન્જ કરી શકે અથવા તો તે મજબૂત વિરોધ પક્ષના લીડર પણ બની શકે છે. એટલે આમ આદમી પાર્ટી હાલ 6 ટકા વોટ શેર મેળવવા માટે ખૂબ મહેનત કરી રહી છે.