ETV Bharat / assembly-elections

કચ્છની 6 બેઠકો માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા 3453 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે કચ્છની 6 બેઠકો માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા 3453 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી (postal ballot) મતદાન કર્યું હતું. વિધાનસભા સામાન્ય ચૂંટણી–2022 અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ,કાયદો અને વ્યવસ્થા વિગેરે પર દેખરેખ રાખવા માટે કુલ- 21 નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલ છે.

3453 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
3453-employees-engaged-in-election-operations-for-6-seats-of-kutch-voted-by-postal-ballot
author img

By

Published : Nov 25, 2022, 1:22 PM IST

કચ્છ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) અંતર્ગત કચ્છની છ બેઠકો માટે 1લી ડિસેમ્બરે મતદાન થવાનું છે.ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ (employees engaged in the election operations) માટે 23 અને 24 નવેમ્બર એમ બે દિવસ પોસ્ટલ બેલેટથી (postal ballot) મતદાનની કામગીરી હાથ ધરાઇ હતી. પ્રથમ દિવસે 6 બેઠકો પર 1480 કર્મચારી તે મતદાન કર્યું હતું.બીજા દિવસે 1973 કર્મચારીઓ મતદાન કર્યું હતું. કુલ બે દિવસમાં 3453 કર્મચારીઓએ કચ્છની 6 વિધાનસભા બેઠક (6 assembly seats of Kutch) માટે મતદાન કર્યું હતું.

3453 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

3453 કર્મચારીઓએ કર્યું મતદાન: જિલ્લા ચૂંટણી શાખામાંથી મળતી માહિતી મુજબ,જિલ્લાની 6 વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. ત્યારે જે કર્મચારીઓ 1લી ડિસેમ્બરના મતદાન કેન્દ્રો ઉપર ફરજ બજાવવાના છે તેવા કર્મચારીઓ તા.23 અને 24 નવેમ્બરના પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેના પ્રથમ દિવસે 1480 કર્મચારી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તો બીજા દિવસે 1973 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

6 બેઠકો મતદાન કર્યું: તારીખ 23 અને 24 દરમિયાન પોલીસ, પોલિંગ સ્ટાફ તથા આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓએ વિવિધ ફેસિલિટેશન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું, જેમાં અબડાસા બેઠક પર 646, માંડવી 507, ભુજ 936, અંજાર 523, ગાંધીધામ 490, રાપર 351 મળી જિલ્લાની 6 બેઠકો પર બે દિવસમાં કુલ 3453 કર્મચારીઓએ મતદાન કર્યું હતું.

21 નોડલ ઓફિસરોની નિમણુંક: વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ,કાયદો અને વ્યવસ્થા વિગેરે પર દેખરેખ રાખવા માટે કુલ- 21 નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલ છે.કચ્છ જિલ્લામાં કુલ-6 વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ મતદાન મથકો 1860+1 (પૂરક મતદાન મથક) માટે અંદાજે 10500 (રીઝર્વ સહિત) મતદાન સ્ટાફની જરૂરીયાત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.