ETV Bharat / snippets

પોલીસે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોને રોકીને તપાસ કરી તો મળ્યો લાખોનો વિદેશી દારૂ, બે ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 9:44 AM IST

દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા
દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા (Etv Bharat Gujarat)

રાજકોટ: ક્રિષ્ના વોટર પાર્ક પાસે પોલીસે નંબર પ્લેટ વગરની એક સ્કોર્પીયોને રોકીને તપાસ કરતા તેમાંથી 1044 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની અંદાજીત કિંમત 2 લાખ 44 હજાર આંકવામાં આવી રહી છે. પોલીસે વિદેશી દારૂની બોટલ અને સ્કોર્પીયો કાર સહિત 11 લાખ 79 હજારનો મુદ્દમાલ કબ્જે કર્યો છે, સાથે જ ઉતમારામ જગનારામ પુરોહીત તેમજ ચંદ્રશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉ નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસ પુછપરછમાં બૂટલેગર હર્ષદ ઉર્ફે મહાજન મણેકલાલ માંડલીયા હોવાનું ખુલ્યું હતું અને આ દારૂનો જથ્થો ધ્રાંગધ્રાથી રવિ જગદીશ ચૌહાણે ભરી દીધો હતો જે રાજકોટ લવાઈ રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.